રોકાણકારો રાજીરાજી ! વેચવાલીના માર્કેટમાં પણ આ IPOનું જોરદાર લિસ્ટિંગ, પ્રિમિયમ પર લિસ્ટ થયા શેર
IPO News: વેચવાલીના માર્કેટમાં પણ આ કંપનીનો IPO સારી રીતે લિસ્ટ થયો છે. કંપનીના શેર BSE પર 5 ટકાના પ્રીમિયમ સાથે 731 રૂપિયાના સ્તરે લિસ્ટેડ થયા છે. IPOનું કદ 8750 કરોડ રૂપિયા હતું. કંપનીનો ઇશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ પર આધારિત હતો. તમને જણાવી દઈએ કે, કંપનીનો IPO 11 ફેબ્રુઆરીએ જ એન્કર રોકાણકારો માટે ખુલ્યો હતો.
IPO News: બજારના ખરાબ વાતાવરણમાં પણ આ ટેક્નોલોજી કંપનીનો IPO સારી રીતે લિસ્ટ થયો છે. કંપનીના શેર BSE પર 5 ટકાના પ્રીમિયમ સાથે 731 રૂપિયા પર લિસ્ટેડ થયો છે. તમને જણાવી દઈએ કે, કંપનીના IPOનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 708 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
લિસ્ટિંગ પછી, કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો છે. આના કારણે, શેરનો ભાવ ઇશ્યૂ ભાવથી 7 ટકાથી વધુ વધીને 10.19 મિનિટે 763 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. કંપની દ્વારા 21 શેરનો એક મોટો લોટ બનાવવામાં આવ્યો હતો. જેના કારણે રોકાણકારોએ એક શેર પર 14868 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. કંપનીએ તેના કર્મચારીઓને પ્રતિ શેર 67 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું.
કંપનીનો IPO 12 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રિટેલ રોકાણકારો માટે ખુલ્લો હતો. કારણ કે તે મેઈનબોર્ડ આઈપીઓ હતો. આ કારણે, કંપની BSE અને NSE બંને પર લિસ્ટેડ થઈ છે. બે દિવસના ઓપનિંગ દરમિયાન રિટેલ કેટેગરીમાં IPO 11 ટકા સબસ્ક્રાઇબ થયો હતો. તે જ સમયે, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ કેટેગરીમાં 9.55 ગણું સબ્સ્ક્રિપ્શન પ્રાપ્ત થયું. NII શ્રેણીમાં IPO 21 ટકા સબસ્ક્રાઇબ થયો હતો.
IPOનું કદ 8750 કરોડ રૂપિયા હતું. કંપનીનો ઇશ્યૂ સંપૂર્ણપણે ઓફર ફોર સેલ પર આધારિત હતો. તમને જણાવી દઈએ કે, કંપનીનો IPO 11 ફેબ્રુઆરીએ જ એન્કર રોકાણકારો માટે ખુલ્યો હતો. હેક્સાવેર ટેકનોલોજીના IPO દ્વારા મોટા રોકાણકારો પાસેથી 2598 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.
કંપની વૈશ્વિક ડિજિટાઇઝર સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપનીએ તેની સેવાઓમાં AI નો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. હાલમાં કંપનીના કેન્દ્રો ચેન્નાઈ, પુણે, બેંગલુરુ, નોઈડા જેવા શહેરોમાં છે.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
Trending Photos