High Cholesterol: 30 દિવસ નિયમિત પીશો આ 5 માંથી કોઈ એક વસ્તુ તો પણ કંટ્રોલમાં આવી જશે બેડ કોલેસ્ટ્રોલ

High Cholesterol: જો કોલેસ્ટ્રોલનું લેવલ હદ કરતાં વધી જાય તો તે અનેક ગંભીર બીમારીઓનું કારણ બની જાય છે. આજના સમયમાં લોકોની જે ખાવાપીવાની આદતો છે તેના કારણે બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે. બેડ કોલેસ્ટ્રોલ લોહીમાં જોવા મળતો મીણ જેવો પદાર્થ હોય છે જે નસોમાં જમા થવા લાગે છે. કોલેસ્ટ્રોલના કારણે ધમનીમાં રક્ત પ્રવાહમાં સમસ્યા થવા લાગે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે. પરંતુ જો તમે તમારા રુટીનમાં આ 5 ડ્રિંક્સનો સમાવેશ કરો છો તો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી શકે છે.

ટમેટાનો રસ

1/5
image

ટમેટામાં લાઇકોપીન નામનું પોષક તત્વો હોય છે જે શરીરમાં લિપિડ સ્તરને સુધારે છે. ટમેટાના રસમાં કોલેસ્ટ્રોલ ઘટાડે તેવા ફાઈબર અને નિયાસિન હોય છે.  તેથી જો દરરોજ તમે એક ગ્લાસ ટમેટાનો રસ પીવો છો તો તેનાથી ફાયદો થાય છે.

બેરી સ્મૂધી

2/5
image

બેરી સ્મૂધીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાઈબર્સ હોય છે જે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે. 

ઓટ્સ ડ્રિંક્સ

3/5
image

ઓટ્સ એ એક પૌષ્ટિક આહાર છે જેમાં બીટા ગ્લુકેન્સ મળી આવે છે જે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.  

ગ્રીન ટી

4/5
image

ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપુર પ્રમાણમાં જોવા મળે છે જે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે અસરકારક છે.

સોયા મિલ્ક

5/5
image

સોયા મિલ્ક દ્વારા તમે બેડ કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો. તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે. તમે રોજ 25 ગ્રામ જેટલું સોયા મિલ્ક લઈ શકો છો.   

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)