OMG... દાઢી, પેશાબ, સેક્સ પર ટેક્સ? અરે સ્તન ઢાંકવા માટે પણ આપવા પડતા હતા પૈસા, જાણો અજીબોગરીબ ટેક્સ વિશે
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ કર્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજેટમાં ટેક્સ અંગે ખુબ ચર્ચાઓ થઈ રહી છે. આવકવેરામાં ટેક્સછૂટ સહિત અનેક મોટી જાહેરાતો કરવામાં આવી. આ બધા વચ્ચે અમે તમને આજે એવા કેટલાક ટેક્સ વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. કારણ કે કેટલીક જગ્યાએ દાઢી, પેશાબ, ટોપી, અને મીઠા જેવી વસ્તુઓ ઉપર પણ ભારે ટેક્સ વસૂલાય છે.
દાઢી પર ટેક્સ
સૌથી પહેલા વાત કરીએ દાઢી ટેક્સની. 1535માં ઈંગ્લેન્ડમાં સમ્રાટ હેની અષ્ટમે તે સમયે બધાને ચોંકાવી દીધા કારણ કે તેણે દાઢી પર ટેક્સ ઝીંકી દીધો હતો. જો કે આ તે સામાન્ય માણસની હેસિયત પર નિર્ભર રહેતું હતું. (AI PHOTO)
પાડોશીને આપવો પડતો ટેક્સ
હેનરી બાદ તેમની પુત્રીએ નિયમ બનાવ્યો હતો કે બે અઠવાડિયાથી વધુ સમય દાઢી રાખવા પર ટેક્સ વસૂલવામાં આવતો હતો. તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે જો ટેક્સ વસૂલી સમયે કોઈ ઘરેથી ભાગી જાય તો પાડોશીએ આપવો પડતો હતો. (AI PHOTO)
સેક્સ પર ટેક્સ
1971માં ડેમોક્રેટિક સ્ટેટ લેજિસ્ટેટર બર્નાર્ડ ગ્લેડસ્ટોને દરેક સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સ પર બે ડોલરનો ટેક્સ લગાવવાની વાત કરી હતી. જો કે તે લાગૂ થઈ શક્યું નહીં. એવું કહેવાય છે કે આ પ્રસ્તાવ પ્રાંતની આર્થિક સ્થિતિ ખરાબ થવાના પગલે લાવવામાં આવ્યો હતો. (AI PHOTO)
જર્મનીમાં પ્રોસ્ટિટ્યુશન પર ટેક્સ
આ ઉપરાંત જર્મનીમાં પ્રોસ્ટિટ્યુશનનું કામ કરતી મહિલાઓએ દર મહિને 150 રૂપિયા ટેક્સ ભરવો પડતો હતો. આ 2004માં લાગૂ કરાયું હતું. કારણ કે જર્મનીમાં પ્રોસ્ટિટ્યુશનનું કામ કરવું કાયદેસર છે અને સરકાર મોટા પાયે તેમાંથી ટેક્સ પણ વસૂલે છે. (AI PHOTO)
પેશાબ પર ટેક્સ
પ્રાચીન સમયમાં યુરીન એટલે કે પેશાબ ઉપર પણ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો. હવે તમે પણ વિચારશો કે આવું કઈ રીતે બની શકે? તો વાત જાણે એમ છે કે પેશાબમાં એમોનિયા હોવાના કારણે તેનો અનેક ચીજોમાં ઉપયોગ થતો હતો. આવામાં રાજાએ પબ્લિક યુરિનલથી પેશાબના ડિસ્ટ્રિબ્યુશન પર ટેક્સ લગાવવાનું શરૂ કર્યું હતું. (AI PHOTO)
સ્તન ઢાંકવા પર ટેક્સ
કેરળના ત્રાવણકોરના રાજાએ નીચલી જાતિની મહિલાઓના સ્તનને ઢાંકવા પર ટેક્સ લગાવ્યો હતો. 19મી સદીમાં કેટલીક નીચલી જાતિની મહિલાઓને અહીં સ્તન ઢાંકવાની મંજૂરી નહતી. (AI PHOTO)
મહિલાઓએ કાપી નાખ્યા હતા સ્તન
જો કે એક મહિલા પાસેથી જ્યારે ટેક્સની વસૂલાત થઈ રહી હતી ત્યારે તેણે વિરોધમાં પોતાના સ્તન કાપી નાખ્યા હતા. કારણ કે તે ટેક્સ ભરવા માંગતી નહતી. સ્તન કાપવાના કારણે તેનું મોત થઈ ગયું અને ત્યારબાદ રાજાએ આ ટેક્સ હટાવી લીધો હતો. (AI PHOTO)
આત્મા પર ટેક્સ
રશિયાના જ રાજાએ આત્મા ઉપર પણ ટેક્સ લગાવી દીધો હતો. એટલે કે જે લોકો આત્મા જેવી વસ્તુઓ પર વિશ્વાસ ધરાવતા હોય તેમણે ટેક્સ ભરવો પડતો હતો. (AI PHOTO)
ધાર્મિક આસ્થા પર ટેક્સ
જો કે જે ધાર્મિક માન્યતાઓને નહતા માનતા તેમણે પણ ટેક્સ ભરવો પડતો હતો. આ ટેક્સ રશિયાના રાજા પીટર ધ ગ્રેટે 1718માં લાગૂ કર્યો હતો. (AI PHOTO)
(Disclaimer: અહીં અપાયેલી માહિતીમીડિયા રિપોર્ટ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos