Man Marry Two women: ત્રણ વર્ષ લિવ ઇનમાં રહ્યો, બાળકો થયા, હવે બે મહિલાઓ સાથે કર્યાં લગ્ન

લગ્નના ઘણા રસપ્રદ વીડિયો અને સમાચારો હંમેશા સામે આવતા રહે છે. કેટલાક વીડિયો તો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થાય છે. હવે તેલંગણામાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. લગ્ન સમારોહમાં એક આદિવાસી વ્યક્તિએ બે મહિલાઓ સાથે લગ્ન કર્યાં. આ વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષથી મહિલાઓ સાથે લિવ-ઇનમાં રહેતો હતો. લગ્ન સમારોહનું આયોજન બુધવારે ભદ્રાદ્રી કોઢાગુડેમ જિલ્લાના એક ગામમાં થયું જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો હાજર રહ્યાં હતા. ખાસ વાત છે કે બંને મહિલાઓને આ પુરૂષથી એક-એક બાળક પણ છે.

1/5
image

ગુરૂવારની સવારે લગ્ન થવાના હતા, પરંતુ લગ્નના સમાચાર ફેલાતા ત્રણ પરિવારોમાં હડકંપ મચી ગયો. તેથી કોઈ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે લગ્ન નક્કી સમય પહેલાં કરી લેવામાં આવ્યા. 

 

 

2/5
image

રિપોર્ટ અનુસાર યેરાબોરૂ ગામના એમ સત્તીબાબૂ બે અલગ-અલગ ગામોની સ્વપ્ના અને સુનીતાને પ્રેમ કરતો હતો. સુનીતાએ એક બાળકને જન્મ આપ્યો અને સ્વપ્નાએ એક બાળકીને જન્મ આપ્યો. લગ્નને લઈને બે મહિલાઓના પરિવારોમાં મારપીટ પણ થઈ હતી. 

 

 

3/5
image

પરંતુ સત્તીબાબૂએ તેને મનાવી લીધા હતા કે તે બંને સાથે લગ્ન કરશે. તેણે બંને દુલ્હનોના નામવાળા લગ્ન કાર્ડ પણ છપાવી લીધા હતા. 

 

4/5
image

આ નિમંત્રણ વાયરલ થઈ ગયું અને કેટલાક મીડિયાકર્મી ગામમાં પહોંચી ગયા હતા. તેનાથી ત્રણેય પરિવારોમાં તે ડર પેદા થઈ ગયો હતો કે અધિકારી આ લગ્ન રોકી શકે છે. તેમણે નક્કી સમયની કેટલીક કલાકો પહેલાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. 

 

5/5
image

એવું કહેવામાં આવે છે કે કેટલાક આદિવાસી સમુદાયમાં, એક સમયે બે મહિલાઓ સાથે લગ્ન કરનાર વ્યક્તિ સ્વીકાર્ય છે. વર્ષ 2021માં તેલંગણાના આદિલાબાદ જિલ્લામાં એક આદિવાસી વ્યક્તિએ પોતાની માસીની બે પુત્રીઓ સાથે લગ્ન કર્યાં હતા. 

(ઇનપુટ-IANS)