49% સુધી રિટર્ન આપી શકે છે આ 4 દમદાર શેર, બ્રોકરેજ ફર્મે આપી ખરીદીની સલાહ
Stocks to BUY: શેરબજારમાં ડિસેમ્બર મહિનો ધીમે-ધીમે પણ ચોક્કસ પસાર થઈ ગયો છે. બજારોમાં આ મહિને પણ તીવ્ર વધઘટ જોવા મળી અને કેટલાક રેન્જબાઉન્ડ ટ્રેડિંગ સેશન પણ જોવા મળ્યા છે. પરંતુ આ દરમિયાન બજારના નિષ્ણાતો અને રોકાણકારોએ પણ મજબૂત શેરો પર નજર રાખી છે. સારા ફંડામેન્ટલ્સ ધરાવતા શેરોમાં પણ સારી એક્શન જોવા મળી છે. આવી સ્થિતિમાં બ્રોકરેજ તરફથી ઘણા શેરો પર ખરીદીનો અભિપ્રાય પણ આવી રહ્યો છે. Motilal Oswal Financial Services એ આવા કેટલાક શેરમાં ખરીદીની સલાહ આપી છે.
Motilal Oswal Stock Picks
મોતીલાલ ઓસવાલે 4 સ્ટોક્સ પર સલાહ આપી છે, જેમાં Raymond Lifestyle, TCI Express, PNB Housing અને Home First Finance છે. તેમાંથી 3 શેર પર ખરીદીની સલાહ તો એક પર ન્યૂટ્રલ સલાહ છે. આવો તેના વિશે જાણીએ.
Raymond Lifestyle- BUY
MOFSL એ તેના પર બાય રેટિંગ બનાવી રાખ્યું છે અને 3000 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જે 24 ડિસેમ્બરે તેના બંધ ભાવના મુકાબલે 49 ટકા છે. તહેવારોની મોસમ અને લગ્નોની વધતી સંખ્યાને કારણે રેમન્ડની માંગમાં સુધારો જોવા મળ્યો છે. કંપની આગામી કેટલાક વર્ષોમાં વેચાણમાં 12-14%ની બે આંકડાની વૃદ્ધિ જોવાનો અંદાજ છે. FY24-27 દરમિયાન આવક, EBITDA અને નફો 9-11% CAGR પર વધવાની અપેક્ષા છે.
PNB Housing Finance- BUY
બ્રોકરેજે હાઉસિંગ સેક્ટરના આ સ્ટોક પર બાય ઓપિનિયન આપ્યો છે અને 37%નો અપસાઇડ ટાર્ગેટ આપ્યો છે, જે ₹1160 છે. બ્રોકરેજે જણાવ્યું હતું કે કંપનીએ તેના ઉત્પાદન મિશ્રણમાં વ્યૂહાત્મક ફેરફારો કર્યા છે, જે NIM (નેટ ઇન્ટરેસ્ટ માર્જિન)માં સુધારો કરશે. FY24-27 દરમિયાન 18% લોન વૃદ્ધિ અને 23% નફો CAGR અપેક્ષિત છે. FY27 સુધીમાં કંપનીનો ROA/ROE 2.6%/14% સુધી પહોંચી શકે છે. સ્ટોક હાલમાં FY26 માટે 1.2x P/BV પર ટ્રેડ થઈ રહ્યો છે.
Home First Finance- BUY
વધુ એક હાઉસિંગ કંપની Home First Finance માં ખરીદીની સલાહ આપી છે. MOFSL એ તેના પર 25 ટકાનો અપસાઇડ ટાર્ગેટ આપ્યો છે. તેના પર 1250ના ટાર્ગેટ માટે રોકાણની સલાહ છે. એફોર્ડેબલ હાઉસિંગ સારી વૃદ્ધિની સંભાવના દર્શાવે છે. કંપનીની કાર્યક્ષમતાને કારણે નફાકારકતા વધી રહી છે. મજબૂત મૂડી વ્યવસ્થાપન અને ઓછા જોખમનો પોર્ટફોલિયો કંપની માટે હકારાત્મક ટ્રિગર્સ છે.
TCI Express- Neutral
આ શેર પર બ્રોકરેજ ફર્મનો ઓપિનિયન Neutral છે, પરંતુ 13 ટકાની અપસાઇડ ટાર્ગેટ પ્રાઇસ 940 રૂપિયા છે. બ્રોકરેજે કહ્યું કે એક્સપ્રેસ લોજિસ્ટિક સેક્ટરમાં માંગમાં કમીને કારણે કંપનીના વોલ્યૂમ ગ્રોથ પર દબાવ છે. ઓક્ટોબર-નવેમ્બરમાં વોલ્યૂમ ગ્રોથ નબળો રહ્યો. પરંતુ તહેવારની સીઝનને કારણે તેમાં થોડો સુધાર થયો. મેનેજમેન્ટ પ્રમાણે વર્તમાન સ્થિતિમાં કિંમત વધવાની આશા નથી. MSME ગ્રાહકોની નબળી માંગ અને વધતા ખર્ચે કંપનીની કાર્યક્ષમતા પર અસર કરી છે.
ડિસ્ક્લેમર
શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે, આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન છે, તેથી હંમેશા તમારા એડવાઇઝરની સલાહ લો.
Trending Photos