Cricketer Divorce : વધુ એક ક્રિકેટરે લીધા છૂટાછેડા, 14 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત
Cricketer Divorce : આજકાલ છૂટાછેડાના સમાચાર ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના તેની પત્નીથી છૂટાછેડાની અફવાઓ સામે આવી હતી. આ પછી ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે વધુ એક દિગ્ગજ ખેલાડીએ છૂટાછેડા લીધા છે.
Cricketer Divorce : આજકાલ છૂટાછેડાના સમાચાર ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના તેની પત્નીથી છૂટાછેડાની અફવાઓ સામે આવી હતી. આ પછી ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે છૂટાછેડાની યાદીમાં વધુ એક નવું નામ ઉમેરાયું છે.
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી અને કોચ જેપી ડુમિનીએ પણ છૂટાછેડા લીધા છે. સોશિયલ મીડિયા દ્વારા જેપી ડુમિનીએ જણાવ્યું કે તે અને તેની પત્ની પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છે.
ડુમિનીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી હતી. ડ્યુમિની અને તેની પત્ની વચ્ચેના સંબંધો લાંબા સમયથી સારા ચાલી રહ્યા ન હતા. લગભગ 14 વર્ષના લગ્નજીવન બાદ ડ્યુમિની અને તેની પત્ની હવે અલગ થઈ ગયા છે. ડુમિનીની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણી ટીમો માટે રમ્યો છે.
ક્રિકેટ જગતના ઘણા મોટા ખેલાડીઓના છૂટાછેડા થઈ ચૂક્યા છે. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે છૂટાછેડા લીધા હતા. તેની પત્ની નતાશા સ્ટેનકોવિક હવે અલગ રહે છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને શિખર ધવને પણ છૂટાછેડા લઈ લીધા છે.
જેપી ડુમિનીની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. તેણે દક્ષિણ આફ્રિકા માટે 199 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેણે 5117 રન બનાવ્યા છે. ડ્યુમિનીએ આ ફોર્મેટમાં 4 સદી અને 27 અડધી સદી ફટકારી છે. તેણે આ ફોર્મેટમાં 69 વિકેટ પણ લીધી છે.
ડુમિની આઈપીએલમાં ઘણી ટીમો માટે રમી ચૂક્યો છે. તેણે આ ટૂર્નામેન્ટની 83 મેચમાં 2029 રન બનાવ્યા છે. આ દરમિયાન 23 વિકેટ ઝડપી છે.
Trending Photos