Jiah Khan: જિયા ખાન આપઘાત કેસમાં પુરાવાના અભાવે છૂટનાર સૂરજ પંચોલી વિશે આ વાતો ખબર નહીં હોય!, જુઓ PICs

બોલીવુડ અભિનેત્રી જિયા ખાનનો 3 જૂન 2013ના રોજ મધરાતે મુંબઈના પોશ વિસ્તાર જૂહુના સાગર સંગીત બિલ્ડિંગમાં આવેલા તેના એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. અભિનેત્રી-મોડલ જિયા ખાન આત્મહત્યા કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે  28 એપ્રિલના રોજ ચુકાદો આપ્યો.મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જીયા ખાન કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો.


 

1/5
image

3 જૂન 2013ના રોજ જ્યારે જિયા ખાનના મૃત્યુના સમાચાર સામે આવ્યા ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર હોબાળો થયો હતો. જિયાની માતાએ પોતાની પુત્રીના મોત માટે સૂરજ પંચોલીને જવાબદાર ગણાવ્યો છે. આ મામલામાં સૂરજ હંમેશા પોતાને નિર્દોષ ગણાવતો હતો. 

2/5
image

જિયા 3 જૂન 2013ના રોજ મુંબઈમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો હતો. માત્ર સપનાની ઉડાન ભરી રહેલી 25 વર્ષની અભિનેત્રી મોતને ભેટી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી સાથે જ તે સનસની બની ગઈ હતી. 3 ફિલ્મો કરીને જિયાએ એ સ્થાન હાંસલ કર્યું હતું જે ઘણી હિરોઈન વર્ષોની મહેનત પછી પણ કરી શકતી નથી. જિયાએ તેની શરૂઆત અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ નિશબ્દથી કરી હતી. ત્યારબાદ તે હાઉસફુલ અને ગજનીમાં જોવા મળી હતી. સફળ કરિયર જીવી રહેલી જિયા ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબી ઈનિંગ્સ રમવી હતી. પરંતુ તે પહેલાં તે પ્રેમમાં એવી ફસાઈ ગઈ કે એક દિવસ કંટાળીને તેણે પોતાનું જીવન સમાપ્ત કરી લીધું.

3/5
image

જિયાના મૃત્યુ બાદ તેની માતાએ સૂરજ પંચોલી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેણે કહ્યું કે જિયાના મોત માટે સૂરજ જવાબદાર છે. તે તેની પુત્રીને ડેટ કરતો હતો. તેણે જ જિયાને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી હતી. જોકે સૂરજ હંમેશા પોતાને નિર્દોષ કહેતો રહ્યો છે. જિયાના મોત બાદ પોલીસને 6 પાનાનો પત્ર મળ્યો હતો. જેમાં તેણે પોતાની સ્થિતિ વ્યક્ત કરી હતી. તે સૂરજ પંચોલીને ડેટ કરતી હતી પણ આ સંબંધે તેને સુખ ઓછું અને દુઃખ વધુ આપ્યું. અભિનેત્રીના પત્રના આધારે પોલીસે સૂરજ પંચોલીની પણ ધરપકડ કરી હતી. જેમને બાદમાં બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા હતા. પરંતુ અભિનેત્રીની માતાએ હાર માની નહીં. જ્યારે કોર્ટે સૂરજ આરોપી હોવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે રાબિયાએ ફરીથી કોર્ટમાં અરજી કરી હતી. મામલો સીબીઆઈ પાસે ગયો. રાબિયાએ પીએમ મોદી પાસે પણ મદદ માંગી હતી.

4/5
image

પત્રમાં અભિનેત્રીએ કહ્યું કે હવે તેની પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું નથી. તે અંદરથી તૂટી ગઈ છે. જિયાએ લખ્યું હતું કે તેને લાગે છે કે તે અંદરથી મરી ગઈ છે. અભિનેત્રીએ કહ્યું હતું કે તેને પ્રેમમાં બેવફાઈ મળી હતી. જિયાએ એક પેજ પર લખ્યું - મુશ્કેલી એ છે કે તમે જેને પ્રેમ કરો છો, તે તમારી સાથે દુર્વ્યવહાર કરે છે, ધમકી આપે છે, મારે છે અને તમારી સાથે છેતરપિંડી કરે છે એ પણ અન્ય છોકરીઓ માટે.  

5/5
image

32 વર્ષીય સૂરજ પંચોલી ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવે છે. તે આદિત્ય પંચોલી અને ઝરીના વહાબનો પુત્ર છે. સૂરજના દાદા રાજન પંચોલી ફિલ્મ નિર્માતા હતા. સૂરજ જિયા ખાન સાથે રિલેશનશિપમાં હતો. જિયાની આત્મહત્યામાં જ્યારે સૂરજનું નામ આવ્યું તો લોકો તેને ઓળખવા લાગ્યા. તેણે 2015માં ફિલ્મ હીરોથી ડેબ્યૂ કર્યું હતું. સૂરજને સલમાન ખાને લોન્ચ કર્યો હતો. અભિનેતાની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ પછી તે ટાઈમ ટુ ડાન્સ, સેટેલાઇટ શંકરમાં દેખાયો. પરંતુ બંને ફિલ્મો ચાલી ન હતી. તેની આગામી ફિલ્મ હવા સિંહ છે. સૂરજે અભિનયની શરૂઆત પહેલા ગુઝારીશ અને એક થા ટાઈગરમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. તેણે મ્યુઝિક વીડિયો GF BF અને ડિમ ડિમ લાઈટ્સમાં કામ કર્યું છે.