Shanidev: 2025માં આ 3 રાશિવાળાને માથે રહેશે શનિદેવનો હાથ, બગડેલા કામ પાર પડશે, મુશ્કેલીઓ દૂર થશે, બંપર ફાયદો કરાવશે!

નવું વર્ષ હવે શરૂ થઈ ગયું છે. જ્યોતિષ ગણતરીઓ મુજબ આ વર્ષ 2025 અનેક રાશિઓ માટે લકી સાબિત થઈ શકે તેમ છે. કારણ કે આ રાશિઓ પર ન્યાય અને કર્મફળ દાતા શનિ મહારાજ પોતાની કૃપા વરસાવશે. 

શનિ ગોચર

1/5
image

હાલ શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે. પરંતુ બહુ જલદી તેઓ રાશિ પરિવર્તન કરશે. લગભગ અઢી વર્ષ સુધી તેઓ આ રાશિમાં રહેશે. શનિદેવ આ વર્ષે 29 માર્ચના રોજ કુંભ રાશિમાથી મીન રાશિમાં ગોચર કરશે. શનિદેવના ગોચર કરતાની સાથે જ મકર રાશિના જાતકોની સાડા સાતી દૂર થશે. મકરની સાથે સાથે બીજી પણ કેટલીક રાશિઓને શનિ ગોચરનો લાભ થશે. મુશ્કેલીઓ દૂર થશે. જાણો 2025માં શનિદેવ કઈ રાશિઓ પર કૃપા વરસાવશે. 

કર્ક રાશિ

2/5
image

બૃહસ્પતિની રાશિ મીનમાં શનિદેવનું ગોચર એ કર્ક રાશિના જાતકો માટે શુભ રહેશે. કારણ કે કર્ક રાશિવાળા પર હાલ શનિની ઢૈય્યા ચાલે છે. શનિના મીન રાશિમાં પ્રવેશતાની સાથે જ કર્ક રાશિના જાતકો પરથી શનિની ઢૈય્યા દૂર થશે અને જીવનમા ખુશીઓ જ ખુશીઓ આવશે. 

વૃશ્ચિક રાશિ

3/5
image

વૃશ્ચિક રાશિવાળા માટે પણ 2025માં થનારું શનિનું ગોચર લાભકારી રહેશે. કારણ કે વૃશ્ચિક રાશિવાળાને શનિની ઢૈય્યાથી મુક્તિ મળશે. શનિની ઢૈય્યાના કારણે અઢી વર્ષથી જીવનમાં મુશ્કેલીઓ હતી. આર્થિક રીતે સદ્ધર થશો. 

મકર રાશિ

4/5
image

મકર રાશિવાળા ઉપર પણ હાલ શનિની સાડાસાતીનો પ્રભાવ છે. પરંતુ 29 માર્ચે શનિ દેવ જેવા કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે કે મકર રાશિવાળા પર  ચાલી રહેલી સાડાસાતી દૂર થશે અને બગડેલા કામો ફટાફટ થવા લાગશે. અચાનક સ્થિતિમાં સુધારો આવી શકે તેમ છે.   

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.