ગુનાઓ વધશે, વાવાઝોડા ફૂંકાવાની સંભાવના, ઉત્તરાયણના પવન કેવો રહેશે? નક્ષત્રો જોઈને અંબાલાલે કરી મોટી આગાહી
ઉત્તરાયણના દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં પોતાની ચોક્કસ આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે ગ્રહો-નક્ષત્રોની સ્થિતિના આધારે મોટી આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે નક્ષત્રોની સ્થિતિ શું રહેશે તે માટે અંબાલાલે આગાહી કરી છે. આ સિવાય ઉત્તરાયણ પર પવન કેવો રહેશે તે પણ આગાહી કરી છે.
Ambalal Patel prediction: મંગળવારે ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવશે. ઉત્તરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતા તેને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઉત્તરાયણ પહેલા મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યુ કે આ વર્ષે ઉત્તરાયણ મહોદરીમાં હોવાથી અપરાધ વધશે. શાસક પક્ષમાં ઉથલપાથલ, અશાંતિ, વિરોધ અને ગતિરોધ વધી શકે છે.
શું છે અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે સંક્રાંતિ નક્ષત્ર વાયુમંડળમાં હોવાથી દરિયાકિનારે વાવાઝોડા ફૂંકાવાની શક્યતા છે. આ સાથે અંબાલાલ પટેલે કહ્યું કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 6થી 15 કિમી પ્રતિ કલાક રહી શકે છે. દિવસ દરમિયાન આંચકાના પવનની ગતિ રહેશે 16થી 32 કિમી રહી શકે.
પવન અંગે કરી આગાહી
ઉત્તરાયણના દિવસે પતંગ રસીકોમાં પવન કેવો રહેશે તે જાણવાની ખુબ ઈચ્છા હોય છે અંબાલાલ પટેલે કહ્યું કે પવન અંગે જોઈએ તો મધ્ય ગુજરાતમાં સવારે પવનની ગતિ 6થી 13 કિમી પ્રતિ કલાકે ફૂંકાશે. ઉત્તર ગુજરાતમાં સવારે પવનની ગતિ 6થી 10 કિમી ફૂંકાશે. બનાસકાંઠા પાલનપુરમાં પવનની ગતિ ઓછી રહી શકે. કચ્છના ભાગોમાં પણ 6થી 10 કિમી ફૂંકાશે. રાજકોટના સૌરાષ્ટ્રના ભાગોમાં 6થી 10 કિમી પવન ફૂંકાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 6થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે. સુરતના 6થી 12 ગતિએ પવન ફૂંકાશે.
બપોર બાદ મધ્યમાં 15 કિમીની આસપાસ, ઉત્તર ગુજરાત 12 કિમીની આસપાસ, બનાસકાંઠાના ભાગોમાં પવનની ગતિ ઓછી રહી શકે. કચ્છના ભાગોમાં 10ની આસપાસ, સુરતના ભાગોમાં 9 કિમીની આસપાસ પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના ભાગોમાં 13 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. સાંજે મધ્ય ગુજરાતમાં 9 સુધી પવન ફૂંકાઈ શકે. ઉત્તર ગુજરાત 6 કિમી પ્રતિકલાકે, કચ્છમાં 11 કિમી, બનાસકાંઠા 4 કિમી, સૌરાષ્ટ્ર 12 કિમી, ગાંધીધામના ભાગો પવનની ગતિ વધુ રહેશે.
ઉત્તર ગુજરાતમાં આંચકાનો પવન રહેશે. જેની ગતિ 22થી29 કિમી રહી શકે છે. બનાસકાંઠામાં 15થી 17 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સુરતમાં 18થી 21 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલે કહ્યુ કે સૂર્ય સવારે 8.54 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે.
Trending Photos