જુઓ જીર્ણોદ્વાર પછીનું પાવાગઢ મંદિર, નિજ મંદિરના માથા પરથી હટી ગઈ દરગાહ, હવે ત્યાં ધજા ફરકશે

વડોદરા :પ્રધાનમંત્રી પાવાગઢ ટેકરી ખાતે શ્રી કાલિકા માતાના પુનઃવિકસિત મંદિરનું ઉદ્ઘાટન કરશે. તે વિસ્તારના સૌથી જૂના મંદિરોમાંનું એક છે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓને આકર્ષે છે. મંદિરનો પુનઃવિકાસ 2 તબક્કામાં કરવામાં આવ્યો છે. પુનઃવિકાસના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા આ વર્ષની શરૂઆતમાં એપ્રિલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન થવા જઈ રહેલા બીજા તબક્કાના પુનઃવિકાસનો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા 2017માં કરવામાં આવ્યો હતો. આમાં મંદિરના પાયાનું વિસ્તરણ અને ત્રણ સ્તરે 'પરિસર', સ્ટ્રીટ લાઈટ્સ, સીસીટીવી સિસ્ટમ જેવી સુવિધાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે.

1/9
image

જીર્ણોદ્વાર બાદ પાવાગઢ મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભગૃહને સુવર્ણ જડિત કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 18 મી જૂને પાવાગઢ નિજ મંદિરના સ્વર્ણ જડિત શિખર અને ધ્વજા દંડ પર ધ્વજારોહણ કરશે. પીએમ માટે ખાસ સુરક્ષા બંદોબસ્તની પણ તૈયારીઓ કરવામાં આવી છે. 

2/9
image

મંદિરમાં આ ધ્વજારોહણ ખૂબ જ ઐતિહાસિક માનવામાં આવી રહ્યું છે. કારણ કે અગાઉ જે જૂનું ઐતિહાસિક મંદિર હતું, તેનું શિખર ખંડિત હતું. જેના કારણે તેની પર લગભગ 450 વર્ષોથી ધ્વજારોહણ કરી શકાતું નહોતું. પરંતુ હવે જ્યારે આખા મંદિરનું નવીનીકરણ થઈ જતા હવે સ્વર્ણ જડિત ધ્વજદંડ પર વડાપ્રધાન મોદીના હસ્તે ધ્વજાજી બિરાજમાન થશે. એટલે કે, શિખર જર્જરિત થઈ જવાથી સદીઓથી પાવાગઢ મંદિર પર ધજા ચઢી ન હતી. ત્યારે વર્ષો બાદ ધજા ચઢાવનાર પીએમ મોદી પહેલા શખ્સ બનશે.

3/9
image

માતાજીના ગર્ભગૃહ સ્થાપનને યથાવત રાખીને સંપૂર્ણ મંદિર નવુ બનાવવામાં આવ્યુ છે. જૂના મંદિરમાં માતાજીના શિખરની જગ્યાએ એક દરગાહ હતી. તેને સમજાવટ બાદ અલગ કરીને મંદિરના એક સ્થળે ખસેડાઈ છે. અને મૂળ મંદિર પર ધ્વજદંડ ફરીથી સ્થાપિત કરાયો છે. 

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image