ગાંધીનગરમાં 2 મકાનોમાં બ્લાસ્ટ બાદ ભયાવહ નજારો સર્જાયો, બૂલડોઝર ફેરવાયું હોય તેમ કાટમાળ પડ્યો છે

ગાંધીનગરના કલોલમાં આજે સવારે એક મકાનમાં બ્લાસ્ટ (gandhinagar blast) થયો હતો. જેને કારણે તેની બાજુનુ મકાન પણ ધરાશાયી થયું હતું. કલોલની ગાર્ડન સિટીના 2 મકાન એકસાથે ધરાશાયી થતા પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે.  સ્થાનિક ધારાસભ્યએ ONGCની પાઈપલાઈનના લીધે બ્લાસ્ટ થયાની આશંકા વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં વારંવાર ગેસ લીકેજ થવાની ફરિયાદ ઉઠતી રહે છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનોના કાચ તૂટ્યા હતા. એટલું જ નહીં પણ આસપાસ રહેલા વાહનોનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. વારંવાર ગેસ લીકેજની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગરના કલોલમાં આજે સવારે એક મકાનમાં બ્લાસ્ટ (gandhinagar blast) થયો હતો. જેને કારણે તેની બાજુનુ મકાન પણ ધરાશાયી થયું હતું. કલોલની ગાર્ડન સિટીના 2 મકાન એકસાથે ધરાશાયી થતા પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે.  સ્થાનિક ધારાસભ્યએ ONGCની પાઈપલાઈનના લીધે બ્લાસ્ટ થયાની આશંકા વ્યક્ત કરી છે. આ વિસ્તારમાં વારંવાર ગેસ લીકેજ થવાની ફરિયાદ ઉઠતી રહે છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનોના કાચ તૂટ્યા હતા. એટલું જ નહીં પણ આસપાસ રહેલા વાહનોનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. વારંવાર ગેસ લીકેજની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
 

લોકોએ ઓએનજીસીના અધિકારીઓ પર ગુસ્સો ઉતાર્યો

1/8
image

બંને મકાનમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તે હજી સુધી જાણી શકાયુ નથી. પરંતુ ઓએનજીસીની પાઈપલાઈનને કારણે બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે. જેથી ઓએનજીસીના અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટને પગલે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેથી લોકોએ ઓેએનજીસીના અધિકારીઓની ગાડી પણ રોકવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓને લોકો ઘેરી વળ્યા હતા. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

લોકો સૂઈ રહ્યા હતા ત્યારે પત્તાની જેમ પડ્યા બે મકાનો

2/8
image

સોસાયટીના બંધ મકાનમાં આજે વહેલી સવારે ભેદી ધડાકો થયો હતો. જેના કારણે તે મકાન સહિત બાજુનું મકાન પણ ધરાશાયી થયું હતું. વહેલી સવારે 7.30 વાગ્યે જ્યારે આ ઘટના બની ત્યારે ઘરના લોકો સૂઈ રહ્યા હતા. જમીનમાંથી થયેલા ભેદી બ્લાસ્ટને કારણે મોટો ધડકો થયો હતો, અને પત્તાના મહેલની જેમ બંને મકાનો તૂટી પડ્યા હતા. લગભગ 10 કિલોમીટરના દાયરામાં આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો.

અનેક ફ્લેટ ઓએનજીસીના પાઈપલાઈન પર ઉભા કરાયા છે

3/8
image

આ ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું કે, અવારનવાર અહીં ઓએનજીસીની પાઈપલાઈન ફાટતી હોય છે. ઓએનજીસીની લાઈન જ્યાંથી જતી હોય છે તેમાં બિલ્ડર દ્વારા મકાનો બાંધીને રહેણાંક વિસ્તાર ઉભો કરવામાં આવે છે. આવા અનેક ફ્લેટ ઓએનજીસીના પાઈપલાઈન પર ઉભા કરાયા છે. વારંવાર કલોલમાં આ પ્રકારની ઘટના બનતી રહે છે.

કાટમાળ નીચે દબાયેલા લોકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા

4/8
image

બ્લાસ્ટ થયા બાદનો નજારો અત્યંત ભયાવહ બની રહ્યો હતો. ચારેતરફ બંને મકાનોનો કાટમાળ જોવા મળ્યો હતો. જે જગ્યા પર ગઈકાલ સુધી બે મકાનો ઉભા હતા, ત્યાં ઈંટ-કપચીના ટુકડા પડયા હતા. બ્લાસ્ટને કારણે જે મકાનમાં લોકો રહેતા હતા, તેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ કરીને તેઓને બહાર કાઢ્યા હતા. જેમાંથી 2 લોકોના મોત નિપજ્યા છે. 

ઘરવખરીનો સામાન બહાર ફંગોળાયો

5/8
image

બ્લાસ્ટને કારણે ઘરવખરીનો તમામ સામાન ઘરની બહાર ફેંકાઈ ગયો હતો. પહેલા માળ પર બુલડોઝર ફેરવાયો હોય તે રીતે ધ્વસ્ત થઈ ગયો છે.  

6/8
image

ઓએનજીસીના અધિકારીઓની ગાડીને રોકવાનો પ્રયાસ કરાયો હતો, નાગરિકો તેમની ગાડી પર ફરી વળ્યા હતા, સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ અધિકારીઓ પર તૂટી પડ્યા હતા. રોષે ભરાયેલા લોકોને પોલીસે બળ પ્રયોગથી દૂર કર્યા હતા. જોકે, સવારથી જ સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.   

7/8
image

બ્લાસ્ટને કારણે આસપાસના મકાનોમાં પણ અસર પડી હતી. કેટલાક મકાનોના કાચ તૂટ્યા છે, તો કેટલાકના ફર્નિચરને નુકસાન થયું છે. બ્લાસ્ટ બાદ પાડોશી પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. એક પાડોશીએ કહ્યું કે, મારા ઘરમાં દરવાજા, ફર્નિચર, ગ્રીલ ડેમેજ થઈ છે. અમારા માટે આ દ્રશ્ય અકાલ્પનિક બની રહ્યું. આવો બ્લાસ્ટ અમે પહેલીવાર જોયો. 

8/8
image

બ્લાસ્ટથી આસપાસના મકાનોના કાચ તૂટ્યા હતા. તો સાથે જ મકાન ધરાશાયી થયા બાદ આગ લાગ્યાની ઘટના પણ બની હતી. જેથી સ્થાનિકો વધુ ડરી ગયા હતા.