7 વર્ષ પછી મહાપ્રલયનો પ્રબળ સંકેત, ધરતી પર એવી તબાહી મચશે...ભારતના આ મોટા શહેરનું નામોનિશાન મટી જશે!

City Killer Asteroid:  NASA એ એક એસ્ટેરોઈડના પૃથ્વી સાથે અથડાવવાની ભવિષ્યવાણી કરી છે. સ્પેસ એજન્સીનું માનવું છે કે તેનાથી થનારો વિસ્ફોટ એક મોટા શહેરને સંપૂર્ણ રીતે તબાહ કરી શકે છે. 

1/6
image

વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ એસ્ટેરોઈડનું નામ 2024 YR4 છે. તે આપણી પૃથ્વી તરફ 60 હજાર કિલમીટરની સ્પીડથી આવી રહ્યો છે. જે મોટામાં મોટા શહેરને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. 

2/6
image

વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આ એસ્ટેરોઈડ વર્ષ 2032માં ધરતી સાથે અથડાય તો તે ઉત્તરી દક્ષિણ અમેરિકાથી લઈને પ્રશાંત મહાસગર અને ઉપ-સહારા આફ્રીકા સહિત એશિયા સુધી ફેલાતી એક પાતળી પટ્ટીમાં ક્યાંક પડી શકે છે. 

3/6
image

ભારત માટે આ ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે આ વિસ્તારોમાં ભારતનું ચેન્નાઈ શહેર આવે છે. આ સાથે જ તેમાં ચીનનું હાઈનાન આઈલેન્ડ સહિત અનેક ગાઢ વસ્તીવાળા વિસ્તારો છે. નાસાનું અનુમાન છે કે હાલમાં તેના પૃથ્વી સાથે અથડાવવાની સંભાવના 48માંથી 1 છે. 

4/6
image

એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ આ એસ્ટેરોઈડ ધરતી સાથે અથડાય તો તેનાથી 8 મેગાટન TNT નો વિસ્ફોટ થઈ શકે છે. જે જાપાનના હિરોશીમા પર પાડેલા પરમાણુ બોમ્બથી 500 ગણો વધુ શક્તિશાળી હશે. 

5/6
image

નાસાનું કહેવું છે કે આ એસ્ટેરોઈડના પૃથ્વી નજીક પહોંચતા હવામાં મોટો વિસ્ફોટ થશે. તેનાથી હવા ઝેરીલી થઈ જશે અને થોડી જ ક્ષણોમાં આખુ શહેર તબાહ થઈ જશે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આ એસ્ટેરોઈડ એક શહેરને સંપૂર્ણ રીતે ખતમ કરી શકે છે. 

6/6
image

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હાલ આ એસ્ટેરોઈડ ધરતી સાથે અથડાવામાં સમય છે. આવામાં આ શહેરને સમુદ્ર તરફ વાળવા માટે કોઈ ટેક્નિકને વિક્સિત કરવામાં આવશે. નાસા હાલ આ એસ્ટેરોઈડના મોનિટરિંગમાં લાગેલું છે. જો કે જે લેટેસ્ટ અપડેટ મળે છે તે મુજબ નાસાએ આ એસ્ટેરોઈડ (Asteroid 2024 YR4) 2032માં ધરતી સાથે અથડાવવાનો જોખમ લેવલને 3.1% થી ઘટાડીને 1.5% કર્યું છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)