Mukesh Ambani House: એક સમયે આ ઘરમાં ભાડે રહતો અંબાણી પરિવાર, મુકેશ અંબાણી માટે ખૂબ જ ખાસ છે આ ઘર

Mukesh Ambani House:અંબાણી પરિવાર દેશના સૌથી પ્રતિષ્ઠિત પરિવારોમાંથી એક છે. આ પરિવાર તેની સંપત્તિ અને બિઝનેસ માટે જ નહીં પરંતુ પારિવારિક મૂલ્યો માટે પણ જાણીતો છે. આજના સમયમાં મુકેશ અંબાણી અને અંબાણી પરિવારના અન્ય સભ્યો વિશે તો મોટાભાગના લોકો જાણતા હશે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ધીરુભાઈ અંબાણીનો જન્મ ક્યાં થયો હતો અને તેઓ મુંબઈ આવ્યા તે પહેલા ક્યાં રહેતા હતા.  

ચોરવાડ

1/6
image

અંબાણી પરિવાર મૂળ ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામનો છે. અહીં તેમનું વર્ષો જૂનું પૈતૃક ઘર છે. તે અંબાણી પરિવાર દ્વારા ભાડે લેવામાં આવ્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો નાખનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ આ ઘરમાં થયો હતો. આ બે માળની હવેલીને વર્ષ 2011માં સ્મારકમાં પરિવર્તિત કરવામાં આવી હતી.

જમનાદાસ અંબાણી

2/6
image

આ ઘરનો એક ભાગ મુકેશ અંબાણીના દાદા જમનાદાસ અંબાણીએ 20મી સદીની શરૂઆતમાં ભાડે લીધો હતો. આ ઘર ગુજરાતી શૈલીનું ઉદાહરણ છે. ઘરની વચ્ચે એક  આંગણું છે અને ઘણા રુમ બનાવવામાં આવ્યા છે. અંબાણી પરિવારની આ પૈતૃક સંપત્તિ 1.2 એકરમાં ફેલાયેલી છે. 

અંબાણી પરિવારનું પૈતૃક ઘર

3/6
image

ત્રણ ભાગમાં વહેંચાયેલા આ ઘરની ચારે બાજુ હરિયાળી છે. ઘરનો એક ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. બીજા ભાગમાં નાળિયેર અને ખજૂરનો બગીચો છે અને ત્રીજો ભાગ ખાનગી કોર્ટયાર્ડ છે.

ધીરુભાઈ અંબાણી

4/6
image

ધીરુભાઈ અંબાણી યમનથી પરત આવ્યા બાદ આ ઘરમાં મોટા થયા હતા. મુંબઈમાં સ્થાયી થઈને સફળ બિઝનેસમેન બન્યા પછી પણ તેઓ અહીં આવતા હતા. તેમનાં પત્ની કોકિલાબેન પણ અવારનવાર અહીં આવે છે.

2002માં પ્રોપર્ટી ખરીદી

5/6
image

અંબાણી પરિવારે 2002માં આ આખી પ્રોપર્ટી ખરીદી લીધી હતી. તેનું ઉદ્ઘાટન વર્ષ 2011માં થયું હતું. મુકેશ અંબાણી માટે આ ઘર ખૂબ જ ખાસ છે. કારણ કે આ ઘર સાથે તેમની નાનપણની યાદો જોડાયેલી છે. તે ઉનાળામાં પોતાના દાદા-દાદી અને પરિવાર સાથે સમય પસાર કરવા અહીં આવતા હતા.

અંબાણી પરિવારનું પૈતૃક ઘર

6/6
image

આજના સમયમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા વિશ્વના સૌથી મોંઘા ઘરમાંથી એક છે. લોકો તેને અંદરથી જોવા ઈચ્છે છે. પરંતુ અંબાણી પરિવારના આ ઘરને અંદરથી જોવું દરેક માટે શક્ય નથી. પરંતુ ગુજરાતમાં આવેલું અંબાણી પરિવારનું પૈતૃક ઘર કોઈપણ જોઈ શકે છે.