પૈસા રાખો તૈયાર, બજારમાં આવશે કમાણીની જોરદાર તક, આગામી સપ્તાહે લોન્ચ થશે 5 IPO

Upcoming IPOs- જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરવા ઈચ્છો છો તો પૈસા તૈયાર રાખો. કાલે એટલે કે 23 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં 5 આઈપીઓ પ્રાઇમરી માર્કેટમાં એન્ટ્રી કરશે. તેમાં એક મેનબોર્ડ સેગમેન્ટનો આઈપીઓ છે, જ્યારે 4 IPO એસએમઈ સેગમેન્ટના છે. 
 

1/6
image

આગામી સપ્તાહે ત્રણ કંપનીઓના શેરનું લિસ્ટિંગ પણ શેર બજારમાં થશે. અરવિંદ એન્ડ કંપની શિપિંગ એજન્સીઝ લિમિટેડનો આઈપીઓ NSE SME પર 25 ઓક્ટોબરે લિસ્ટ થશે. વુમેનકાર્ટ લિમિટેડનો આઈપીઓ NSE SME પર 27 ઓક્ટોબરે લિસ્ટ થશે. આ રીતે આઈઆરએમ એનર્જીનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર 26 ઓક્ટોબરે થવાની આશા છે. 

2/6
image

દવાઓ માટે કાચો માલ બનાવનારી કંપની બ્લૂ જેટ હેલ્થકેરનો આઈપીઓ (Blue Jet Healthcare IPO)25 ઓક્ટોબરે ખુલશે. આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 329-346 રૂપિયા પ્રતિ શેર હશે. આ પબ્લિક ઈશ્યૂથી કંપની 840 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ હશે. ઈન્વેસ્ટર આઈપીઓમાં 27 ઓક્ટોબર સુધી બોલી લગાવી શકશે. 

3/6
image

ગ્રોસરી અને ઘરની જરૂરીયાતની વસ્તુની ઈ-કોમર્સ વેબસાઇટ ઓન ડોર કોસેપ્ટ્સનો આઈપીઓ (On Door Concepts IPO)23 ઓક્ટોબરે ઓપન થશે અને 27 ઓક્ટોબરે બંધ થશે. આ એક એસએમઈ આઈપીઓ છે. 31.18 કરોડ રૂપિયાના આ આઈપીઓમાં 14.99 લાખ શેર જારી થશે.   

4/6
image

કસ્ટમ સિંથેસિસ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવનારી કંપની પેરાગોન ફાઈન એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ્સનો આઈપીઓ (Paragon Fine And Speciality Chemicals IPO)પણ આવી રહ્યો છે. આ એમએસઈ આઈપીઓ 26 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી ખુલો રહેશે. આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 95-100 રૂપિયા પ્રતિ શેર છે. આઈપીઓની સાઇઝ 51.66 કરોડ રૂપિયા છે. 

5/6
image

સંથાલા એફએમસીજી પ્રોડક્ટ્સ કંપનીનો એસએમઈ આઈપીઓ 27 ઓક્ટોબરે ખુલશે અને 31 ઓક્ટોબરે બંધ થશે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 91 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી છે. આ ઈશ્યૂની સાઇઝ 16.07 કરોડ રૂપિયા છે.   

6/6
image

મૈત્રેય મેડિકેયર લિમિટેડનો આઈપીઓ 27 ઓક્ટોબરે ખુલશે. આ એસએમઈ આઈપીઓની સાઇઝ 14.89 કરોડ રૂપિયા છે. આ પબ્લિક ઈશ્યૂમાં 18.16 લાખ નવા શેર જારી થશે. આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 78.82 રૂપિયા પ્રતિ શેર છે.