મહાકુંભ પર 144 વર્ષ બાદ ગજબનો શક્તિશાળી સંયોગ, 3 રાશિવાળા ખાડેથી સિંહાસને પહોંચશે, બંપર આકસ્મિક ધનલાભના યોગ, મનગમતી નોકરી મળશે!

આજથી મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. આ મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. અત્રે જણાવવાનું કે આ વર્ષે 2025નો મહાકુંભ ખુબ ખાસ છે. આ મહાકુંભને ફક્ત ધાર્મિક દ્રષ્ટિકોણથી નહીં પરંતુ જ્યોતિષીય દ્રષ્ટિથી પણ ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે. 

1/5
image

વાત જાણે એમ છે કે આ વખતે મહાકુંભ પર 144 વર્ષ બાદ અદભૂત સંયોગ બન્યો છે. જ્યોતિષ ગણતરીઓ મુજબ મહાકુંભ પર 144 વર્ષ બાદ સૂર્ય, ચંદ્રમા,શનિ અને ગુરુની સ્થિતિ એક સાથે શુભ બની રહી છે. આ સાથે જ પૂર્ણિમા, રવિયોગ, અને ભદ્રાવાસ યોગ પણ બની રહ્યા છે. આ સંયોજન સમુદ્ર મંથન સમયે પણ થયો હતો અને એટલે તેને ખુબ જ પવિત્ર અને શુભ માનવામાં આવી રહ્યો છે. અત્રે જણાવવાનું કે મહાકુંભ ત્યારે થાય છે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ વૃષભ  રાશિમાં અને ગ્રહોના રાજા સૂર્ય મકર રાશિમાં હોય છે. આ દરમિયાન બૃહસ્પતિની દ્રષ્ટિ સૂર્ય પર પડે છે. જેનાથી તે સમય ખુબ શુભ બને છે. દર 12 વર્ષે બૃહસ્પતિ પોતાની 12 રાશિઓની યાત્રા પૂરી કરીને વૃષભમાં પાછા ફરે છે ત્યારે મહાકુંભનું આયોજન થાય છે. પરંતુ જ્યારે આ ચક્ર 12 વખત પૂરું થાય છે એટલે કે 144 વર્ષ બાદ ત્યારે પૂર્ણ મહાકુંભ હોય છે. આવામાં 144 વર્ષ બાદ દુર્લભ સંયોગ બનવાના કારણે કેટલાક રાશિવાળાને લાભકારી રહી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.   

મેષ રાશિ

2/5
image

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે મહાકુંભ દરમિયાન મેષ રાશિના જાતકોને ભાગ્યનો  ભરપૂર સાથ મળશે. આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે. મોટા લક્ષ્યો મેળવવામાં સફળતા મળી શકે છે. વેપારમાં પણ જબરદસ્ત પ્રગતિ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. કરિયરમાં લાભ મળશે. જો નવા વેપારની શરૂઆત કરવા માંગતા હોવ તો સમય અનુકૂળ છે. આ દરમિયાન મેષ રાશિવાળાને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થવાના યોગ છે. 

સિંહ રાશિ

3/5
image

સિંહ રાશિવાળા જાતકોને પણ આ દરમિયાન લાભ થશે. તમે આત્મવિશ્વાસઅને ઉર્જાથી ભરપૂર રહેશો. કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. અટવાયેલું ધન પાછું મળશે. કરિયર અને રોજગારમાં પ્રગતિના પ્રબળ યોગ છે. નોકરીયાત જાતકોને મનગમતી જગ્યાએ ટ્રાન્સફર કે પગારમાં વધારાના યોગ છે. વેપારમાં પણ સારો એવો લાભ મળવાની સંભાવના છે. પરિવારના સભ્યો સાથે સંબંધો મધુર બનશે. કોઈ ખાસ કાર્યમાં સફળતા મળી શકે છે. 

મકર રાશિ

4/5
image

મકર રાશિના જાતકો માટે આ સમય લકી સાબિત થઈ શકે છે. મકર રાશિને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આધ્યાત્મિક શક્તિમાં વધારો થશે. વેપારમાં સફળતા મળશે. જીવનમાં મોટા ફેરફારો થઈ શકે છે. નોકરીયાતોને લાભ થશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. માનસિક તણાવમાંથી છૂટકારો મળી શકે છે. નોકરીની શોધ કરી રહેલા લોકોને રોજગારી મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.