આ 5 પ્રાણી હોય છે ખુબ જ લકી, આ પ્રાણીઓને વ્હાલથી પાળશો તો હંમેશા ઘરમાં રહેશે સુખ-શાંતિ!

નવી દિલ્લીઃ વાસ્તુ શાસ્ત્રો મુજબ કેટલા પ્રાણીઓને પાળવા ખુબ જ શુભ હોય છે. આવા પશુ પક્ષીઓને ઘરમાં રાખવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિમાં ખુબ જ વધારો થાય છે. એવું માનવામાં આવે છે આવા પ્રાણીઓને પાળવાથી મુશ્કેલીઓમાં પણ ઘટાડો થાય છે. તો આવો જાણીએ કે ક્યાં 5 પ્રાણીઓ છે તમારા માટે લકી...

શ્વાન

1/5
image

 

શ્વાનને ભગવાન ભૈરવના સેવક તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે શ્વાનને પાળવાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે. તો ધનવર્ષાનો રસ્તો પણ ખુલ્લી જાય છે. એટલું જ નહીં પણ શ્વાન પરિવાર પર આવનારી મુશ્કેલીઓ પણ પોતાના ઉપર લઈ લે છે. 

મછલી

2/5
image

 

વાસ્તુ શાસ્ત્રો મુજબ મછલીને ઘરમાં રાખવી ખુબ જ શુભ હોય છે. મછલીને પાળવાથી ઘરની દારિદ્રતા દૂર થાય છે. મછલી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. એમાં પણ ખાસ ઘરમાં સોનેરી રંગની માછલી રાખવી ખુબ જ શુભ મનાય છે. સાથે જ કાળા રંગની માછલીને ઘરમાં રાખવાથી તમારી પર આવનારના સંકટ ટળી જાય છે.

અશ્વ

3/5
image

વાસ્તુ શાસ્ત્ર મુજબ અશ્વને રાખવા ખુબ લકી હોય છે. અશ્વ ખુબ જ મહેનતુ અને સમજુ હોય છે. જો જીવિત અશ્વને પાળવું શક્ય નથી તો અશ્વનો ફોટો કે મૂર્તિ પણ ઘરમાં રાખી શકાય છે. જે તમારા માટે ખુબ જ લકી સાબીત થઈ શકે છે. 

કાચબો

4/5
image

કાચબાને ઘરમાં રાખવું તે વાસ્તુ શાસ્ત્ર મુજબ સારા નસીબ સાથે જોડાયેલું છે. એવું માનવામાં આવે છે કાચબાને ઘરમાં રાખવાથી તમારા દરેક કામ સફળ થઈ જાય છે. એટલું જ નહીં પણ કાચબાને ઘરમાં રાખવાથી લક્ષ્મીજીની કૃપા થાય છે તેવું માનવામાં આવે છે.

સસલું

5/5
image

વાસ્તુ શાસ્ત્રમાં સસલાને સુખ-સમુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. સસલાને ઘરમાં રાખવાથી નેગેટિવ ઉર્જાનો ખાત્મો થઈ જાય છે. સસલાને પાળવાથી ઘરમાં કાયમી આનંદનો માહોલ છવાયેલો રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE Media આ અંગે કોઈ પુષ્ટી કરતું નથી.)