Story Of Pop Star: યુવાનીમાં થયો હતો રેપ, પ્રેગ્નેન્ટ થયા બાદ મહિનાઓ સુધી સ્ટુડિયોમાં કેદ

લેડી ગાગા (Lady Gaga) એક અમેરિકન સિંગર છે, જેના ગીતો રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવા લાગે છે. ગાગાએ તાજેતરમાં જણાવ્યું હતું કે કિશોરવસ્થામાં તેને કેટલા દુ:ખનો સામનો કરવો પડ્યો હતો અને તેણી કેવી પ્રગતિ કરી હતી.

લેડી ગાગાની સફર

1/7
image

પોપ સિંગર લેડી ગાગા (Lady Gaga) તેના ગીતો ઉપરાંત પણ તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. લેડી ગાગા એક જાણીતી સેલિબ્રિટી છે પરંતુ આ સેલિબ્રિટીની સફળતાનો રસ્તો સહેલો નહોતો. ગાગાને ફક્ત કિશોર અવસ્થામાં જ પીડાનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી કોઈની પણ આત્મા કાંપી જાય. (Photo Credit: Lady Gaga Instagram)

મ્યૂઝિક પ્રોડ્યૂસરે કર્યો રેપ

2/7
image

લેડી ગાગાએ (Lady Gaga) ઓપ્રા વિનફ્રે શોમાં તેના અંગત જીવન વિશે અનેક ઘટસ્ફોટ કર્યા હતા. શોમાં લેડી ગાગાએ તેની સાથે થયેલા જાતીય શોષણ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે 19 વર્ષની ઉંમરે એક સંગીત નિર્માતા દ્વારા તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ તે ગર્ભવતી થઈ. (Photo Credit: Lady Gaga Instagram)

'કપડાં ઉતારવા કહ્યું'

3/7
image

લેડી ગાગાએ કહ્યું- હું 19 વર્ષની હતી. ત્યારે એક પ્રોડ્યૂસરે મને મારા કપડા ઉતારવા કહ્યું. મેં ના પાડી અને હું નીકળી ગઈ. ત્યારબાદ તેણે મને ધમકી આપી હતી કે તે મારું તમામ સંગીત બરબાદ કરી દેશે અને તે અટક્યો નથી. (Photo Credit: Lady Gaga Instagram)

હોસ્પિટલમાં થવું પડ્યું દાખલ

4/7
image

સિંગરે જણાવ્યું હતું કે બળાત્કારના વર્ષો બાદ તે તેના શરીરમાં દુખાવાને કારણે સારવાર માટે હોસ્પિટલમાં ગઈ હતી. તે કહે છે- પહેલા મને દુખાવો થયો, પછી હું સુન્ન થઈ ગઈ. પછી હું થોડા દિવસોથી બીમાર હતી. અઠવાડિયા પસાર થયા. (Photo Credit: Lady Gaga Instagram)

સ્ટુડિયોમાં લોક કરીને રાખી

5/7
image

ગાગાએ (Lady Gaga) જણાવ્યું કે મને લાગ્યું કે આ તે જ પીડા છે જે મને ત્યારે થઈ હતી જ્યારે તે શખ્સે મારા પર બળાત્કાર ગુજારી મને મારા માતાપિતાના ઘર પર પ્રેગ્નેન્ટ થવા છોડી દીધી હતી. કારણ કે ત્યારે મને ઉલટી થઈ રહી હતી અને હું બીમાર હતી. મારું શોષણ થયું. મને ઘણા મહિનાઓ સુધી સ્ટુડિયોમાં બંધ રાખી હતી. (Photo Credit: Lady Gaga Instagram)

બળાત્કારે ગાગાને હચમચાવી નાખી

6/7
image

લેડી ગાગાએ (Lady Gaga) કહ્યું કે તે તે વ્યક્તિને ફરીથી જોવા માંગતી નથી. તેણે જણાવ્યું હતું કે બળાત્કાર બાદ તે પહેલા જેવી રહી નથી. જે ઇજા અને તણાવથી તે પસાર થઈ હતી જેણે તેને હચમચાવી નાખી હતી. (Photo Credit: Lady Gaga Instagram)

ધીમે ધીમે આગળ વધી

7/7
image

લેડી ગાગાએ (Lady Gaga) કહ્યું- હું ઘણાં વર્ષોથી સાઈકોટિક બ્રેક પર રહી છું. હું તે છોકરી નહોતી. તે દરમિયાન મેં ઘણી એમઆરઆઈ અને સ્કેન કર્યા હતા પરંતુ તેમાં કંઈ મળ્યું નથી. પરંતુ તમારું શરીર બધું યાદ રહે છે. મને કશું જ અનુભવ થતો નહતો. એવું હતું કે તમારું મન ઓફલાઇન થઈ ગયું છે. આ પછી, લેડી ગાગા ધીમે ધીમે તેના ઘાને ભૂલી ગઈ અને જીવનમાં આગળ વધી. તેણે ઉપચાર કરાવ્યો. આ થેરાપી લધી. વર્ષના આ ઉપચાર પછી તે સામાન્ય બનવા માટે સક્ષમ હતી. (Photo Credit: Lady Gaga Instagram)