JioHotstar જોવા માટે તમારે કેટલા ચૂકવવા પડશે પૈસા ? જાણો એક ક્લિકમાં તમામ પ્લાનની વિગતો

JioHotstar Subscription Plans : રિલાયન્સ કંપનીએ JioCinema અને Disney+ Hotstarનું મર્જર કર્યું છે અને JioHotstar નામનું નવું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું છે. લોકોને આ એપ પર બંને પ્લેટફોર્મનું કન્ટેન્ટ જોવા મળશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ મર્જર પછી યુઝર્સે હવે કેટલા પૈસા ચૂકવવા પડશે ?

1/6
image

JioHotstar Subscription Plans :  રિલાયન્સ કંપનીએ JioCinema અને Disney+ Hotstarનું મર્જર કર્યું છે અને JioHotstar નામનું નવું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવ્યું છે. લોકોને આ એપ પર બંને પ્લેટફોર્મનું કન્ટેન્ટ જોવા મળશે. પરંતુ આ મર્જર પછી લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે લોકોએ હવે કેટલા પૈસા ચૂકવવા પડશે. એટલે કે JioHotstarના સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત શું હશે ? જૂના ગ્રાહકોનું શું થશે ?

2/6
image

જૂના સબ્સ્ક્રાઇબર્સે ચિંતા કરવાની જરૂર નથી. નવા JioHotstar પ્લેટફોર્મની જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું છે કે JioCinema અને Disney+ Hotstarના હાલના સબ્સ્ક્રાઇબર્સને આ પ્લેટફોર્મ પર સરળતાથી ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે, જે યુઝર્સે Jio સિનેમા અથવા Disney+ Hotstarનું પેઇડ સબસ્ક્રિપ્શન લીધું છે, તેમને નવું સબસ્ક્રિપ્શન ખરીદવું પડશે નહીં.

3/6
image

તમને જણાવી દઈએ કે હાલમાં JioHotstar તમામ યુઝર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ છે. પરંતુ, થોડા સમય પછી યુઝર્સે પ્રીમિયમ કન્ટેન્ટ જોવા અને જાહેરાતો વિના કન્ટેન્ટ જોવા માટે સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડશે. યુઝર્સને JioHotstarમાં ત્રણ સબસ્ક્રિપ્શન મળે છે.

4/6
image

મોબાઇલ પ્લાન - આ પ્લાનમાં યુઝર્સ માત્ર એક મોબાઈલ પર કન્ટેન્ટ જોઈ શકશે. આમાં યુઝર્સને બે પ્લાન મળે છે. પહેલો પ્લાન 149 રૂપિયાનો છે જેની વેલિડિટી ત્રણ મહિનાની છે. જ્યારે, બીજો પ્લાન 499 રૂપિયામાં આવે છે, જેની વેલિડિટી 1 વર્ષની છે.

5/6
image

સુપર પ્લાન - આ પ્લાનમાં યુઝર્સ 2 ડિવાઈસ પર કન્ટેન્ટ જોઈ શકે છે. આમાં પણ બે પ્લાન છે. પહેલો પ્લાન 299 રૂપિયામાં આવે છે, જેમાં 3 મહિનાની વેલિડિટી છે. જ્યારે 899 રૂપિયાનો બીજો પ્લાન 1 વર્ષની વેલિડિટી સાથે આવે છે.

6/6
image

પ્રીમિયમ પ્લાન - JioHotstarના પ્રીમિયમ પ્લાનમાં યુઝર્સને એડ જોવી પડશે નહીં. જો કે, લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન યુઝર્સને એડ જોવા મળશે. આમાં યુઝર્સ 4 ડિવાઈસ પર JioHotstarનો આનંદ લઈ શકે છે. 299 રૂપિયાનો પ્લાન 1 મહિનાની વેલિડિટી સાથે આવે છે. 499 રૂપિયાનો પ્લાન 3 મહિનાની વેલિડિટી આપે છે. જ્યારે 1499 રૂપિયાનો પ્લાન 1 વર્ષની વેલિડિટી સાથે આવે છે.