Photos: ઈશા અંબાણીએ પોતાના Wedding Albumની ખાસ તસવીરો કરી શેર

 મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન ન માત્ર દેશમાં, પરંતુ વિદેશોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. વર્ષ 2018ની આ શાનદાર શાદીમાં ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝથી લઈને મોટા મોટા રાજનેતાઓએ પણ હાજરી આપી હતી. આવામાં છેલ્લા કેટલાક સમયથી આ લેવિસ વેડિંગની અનેક તસવીરો સામે આવી રહી છે. આ વચ્ચે ઈશા અંબાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બેસ્ટીઝ અને લગ્ન પહેલાની કેટલીક  inside તસવીરો શેર કરી છે. આવો કરીએ તેના પર એક નજર...

નવી દિલ્હી : મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન ન માત્ર દેશમાં, પરંતુ વિદેશોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. વર્ષ 2018ની આ શાનદાર શાદીમાં ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝથી લઈને મોટા મોટા રાજનેતાઓએ પણ હાજરી આપી હતી. આવામાં છેલ્લા કેટલાક સમયથી આ લેવિસ વેડિંગની અનેક તસવીરો સામે આવી રહી છે. આ વચ્ચે ઈશા અંબાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બેસ્ટીઝ અને લગ્ન પહેલાની કેટલીક  inside તસવીરો શેર કરી છે. આવો કરીએ તેના પર એક નજર...

બેસ્ટીઝ સાથે ઈશા અંબાણી

1/6
image

ઈશા અંબાણીએ પોતાની ફ્રેન્ડ્સ સાથેની આ તસવીર પોતાના એકાઉન્ટ પર શેર કરી છે, જેને લોકો વધુ પસંદ કરી રહ્યાં છે.

ઈશા અંબાણી અને શ્લોક મહેતા

2/6
image

થનારી ભાભી શ્લોકા મહેતા સાથે આ ફોટો ઈશાએ શેર કર્યો છે, આ ફોટોમાં તેણે કેપ્શન આપી છે કે, 'My Sweet Fnd Now My Sweet Bhabhi.'

ઈશા અંબાણી અને આનંદ પિરામલ

3/6
image

આ તસવીર ઈશાની હલદી સેરેમનીની છે, જે પહેલા ડિઝાઈનર સબ્યસાચી મુખરજીએ શેર કરી હતી. તેના થોડા દિવસો બાદ ઈશાએ પણ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકી છે. 

ક્લાસમેટ્સ સાથે ઈશા

4/6
image

ઈશાના લગ્નમાં દેશવિદેશમાંથી અનેક સ્ટાર્સ અને રાજનેતાઓ હાજર રહ્યા હતા. પરંતુ તેની ક્લાસમેટ્સની તસવીર બધાને ગમી હતી. 

મુંબઈના જિયો ગાર્ડનમાં રિસેપ્શન

5/6
image

ઉલ્લેખનીય છે કે, ઈશા અને આનંદની સંગીત સેરેમની ઉદયપુરના ઓબેરોય ઉદય વિલા અને સિટી પેલેસમાં થઈ હતી. જેમાં આખુ બોલિવુડ સામેલ થયું હતુ. તો રિસેપ્શન જિયો ગાર્ડનમાં થયું હતું

લગ્નમાં આવ્યા અનેક સ્ટાર્સ

6/6
image

લગ્ન માટે અંબાણી હાઉસ એન્ટીલિયાને ફૂલો તથા રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, રજનીકાંત, રેખા, માધુરી દિક્ષીત, કિયારા અડવાણી, આમિર ખાન અને પત્ની કિરણ રાવ, આલિયા ભટ્ટ જેવા અનેક સ્ટાર્સ આવ્યા હતા. આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને મેનકા ગાંધી જેવી અનેક હસ્તીઓ પણ આર્શીવાદ આપવા પહોંચી હતી.  ( ફોટો સાભાર - instagram/ambani.isha)