IPL 2020 SRH vs KXIP: આ છે સંપૂર્ણ મેચની એક ઝલક, જુઓ તસવીરો

દુબઇના મેદાનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં SRHએ શાનદાર જીત નોંધાવી હતી.

નવી દિલ્હી: આઇપીએલ 2020ની 22મી મેચમાં ડેવિડ વોર્નરની સનરાઈઝર્સ હૈદરાબાદ અને કેએલ રાહુલની કિંગ્સ ઈલેવન પંજાબ આમને સામને હતી. આ મેચમાં હૈદરાબાદે પંજાબને 69 રનથી હરાવ્યું. તો આવો જાણીએ મેચની કેટલીક તસવીરોથી મેચ દરમિયાન શું શું થયું. (તસવીરો:- BCCI/IPL)

ટોસનો બોસ

1/12
image

સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીત્યો એને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

હૈદરાબાદની શાનદાર શરૂઆત

2/12
image

SRHના ઓપનિંગ પાર્ટનર ડેવિડ વોર્નરે તેની ટીમને શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ ભેગા મળીને 160 રન માર્યા હતા.

વોર્નરની ફિફ્ટી

3/12
image

કેપ્ટન ડેવિડ વોર્નરે 40 બોલમાં 52 રન બનાવ્યા હતા.

જોની બેયરસ્ટોની શાનદાર બેટિંગ

4/12
image

જોની બેયરસ્ટોએ 55 બોલમાં 7 ફોર અને 6 સિક્સની મદદથી 97 રનની શાનદાર બેટિંગ કરી હતી.

રવિ બિશ્નોઈની શાનદાર બોલિંગ

5/12
image

રવિ બિશ્નોઈએ ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોને પેવેલિયન પરત મોકલી પંજાબને થોડી રાહત આપી હતી. તેણે અબ્દુલ સમદની પણ વિકેટ ઝડપી પાડી હતી.

અર્શદીપ સિંહ પણ ચમક્યો

6/12
image

IPL 2020ની પોતાની પ્રથમ મેચ રમતા અર્શદીપ સિંહએ 2 વિકેટ ઝડપી પાડી હતી. તેણે મનીષ પાંડ્યે અને પ્રિમ ગ્રગની વિકેટ મેળવી હતી. હેદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 201 રન બનાવ્યા હતા.

પંજાબની નબળી શરૂઆત

7/12
image

KXIPના ઓપનર મયંક અગ્રવાલ 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેને ડેવિડ વોર્નર અને ખલીલ અહમદે સાથે મળીને આઉટ કર્યો હતો.

રાહુલ માત્ર 11 રને આઉટ

8/12
image

કેએલ રાહુલ પણ માત્ર 11 રન બનાવી શક્યો હતો અને તે અભિષેક શર્માના બોલનો શિકાર બન્યો હતો.

ન ચાલ્યો મેક્સવેલ

9/12
image

ગ્લેન મેક્સવેલથી પંજાબને મોટી આશા હતી, પરંતુ તે પ્રિયમ ગર્ગ દ્વારા 7 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો.

પૂરણેની શાનદાર મેચ

10/12
image

નિકોલસ પૂરણે શાનદાર રમત બનાવીને 37 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 77 રન ફટકાર્યા હતા. જ્યાં સુધી તે ક્રીઝ પર રહ્યો ત્યાં સુધી પંજાબની આશા જીવંત રહી.

રશિદ ખાનની શાનદાર બોલિંગ

11/12
image

રશિદ ખાને શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. તેણે નિકોલસ પૂરણ, મનદીપ સિંહ અને મોહમ્મદ શમીને પાછા પેવેલિયન મોકલ્યા. પંજાબની આખી ટીમ 16.5 ઓવરમાં 132 રનમાં ખસી ગઈ હતી.

જીતનો હીરો બેરસ્ટો

12/12
image

જોની બેરસ્ટોને તેની શ્રેષ્ઠ બેટિંગ માટે 'મેન ઓફ ધ મેચ' એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.