ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ! હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી

IMD Weather Alert : ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. એક દિવસની રાહત બાદ ઠંડીએ ફરી દેખાડ્યો ચમકારો બતાવી દીધો છે. કચ્છનું નલિયા ફરી 6 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. તો 10 ડિગ્રીમાં રાજકોટ-પોરબંદર ઠંડુગાર થયું. પવનના કારણે ઠંડીનું જોર વધ્યું છે. જોકે, આ વચ્ચે માવઠાની આગાહી પણ છે. હવામાન વિભાગ, પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે ગુજરાતના વાતાવરણમાં મોટા સંકટની આગાહી કરી છે. 

ઉત્તરાયણ પહેલા વધી ગઈ ઠંડી

1/5
image

ઉત્તરાયણ પહેલા ફરી એકવાર ગુજરાતમાં ઠંડી વધી છે. રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થતા ઠંડો પવન શરૂ થયા છે. રાજ્યમાં પવનની દિશા બદલાઈને ફરીથી ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાના શરૂ થયા છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી વધી છે. 5.6 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, પોરબંદરમાં 10.1, અમરેલીમાં 10.4 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.4, ભુજમાં 11.4 ડિગ્રી તાપમાન, જામનગરમાં 12.3, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 13.9 અને દાહોદમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.    

વરસાદનો નવો વરતારો

2/5
image

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સતત પ્રક્રિયા અટકશે નહીં તેમ સ્કાયમેટનો વરતારો જણાવે છે. ઉત્તર મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણા સહિત રાજસ્થાનના કેટલાક ભાગોમાં ૧૫મીથી ૧૯મી જાન્યુઆરી સુધી સારો વરસાદ પડવાની સંભાવના છે. પર્વતો પર પણ સારી હિમવર્ષા ચાલુ રહેશે. પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતનું હવામાન શુષ્ક રહેશે. તમિલનાડુમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ આંધ્રપ્રદેશ અને કેરળમાં હળવા વરસાદની શક્યતા છે

પરેશ ગોસ્વામીની આગાહી

3/5
image

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, મકરસક્રાંતિના દિવસે પવનની સ્પીડ ગુજરાતમાં અનુકૂળ રહેશે. આ દિવસે સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ચોખ્ખું રહેશે. આ દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં હવામાનમાં પલટો આવે તેવી કોઇ શક્યતા નથી દેખાતી. મકર સંક્રાંતિના દિવસે આકાશ ખુલ્લુ રહેશે. આ દિવસોમાં ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન 25 થી 30 ડિગ્રી સુધી રહેશે. બોર્ડર વિસ્તારમાં એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં તાપમાન 20થી 22 ડિગ્રી રહેશે. હવામાન નિષ્ણાતે કહ્યું કે, આ દિવસે પવનની સ્પીડ વધુ રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની સ્પીડ 20થી 22 કિમી પ્રતિ કલાકે રહેશે. સૌરાષ્ટ્રની અંદર પતંગરસિકો માટે સારા સમાચાર છે. કચ્છ વિસ્તારમાં પવનની ગતિ 14થી 18 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાકે જોવા મળશે. તો છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરમાં પવનની ઝડપ 12થી 15 કિમી પ્રતિ કલાકે રહેશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વિરમગામ, આણંદ, નડિયાદ અને વડોદરામાં 10થી 12 કિમી પ્રતિ કલાકે રહેશે.   

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી

4/5
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યં કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે. રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.

સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું

5/5
image

તાજું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયું છે, જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાટ બનાવે છે. જેના કારણે ઉત્તર-પૂર્વ આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. વિષુવ વૃત્તીય હિંદ મહાસાગર, બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં અને નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે. ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસ અન્ય ચક્રવાતનું પરિભ્રમણ પણ રચાયું છે.