Champions Trophy મેચોની ટિકિટ ક્યાંથી અને કેવી રીતે ખરીદવી ? દુબઈ અને પાકિસ્તાનમાં કેટલી છે ટિકિટની કિંમત ?
Champions Trophy 2025 Tickets Booking : ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની 8 વર્ષ બાદ વાપસી થઈ છે, વિશ્વભરના ચાહકોમાં આ ઈવેન્ટને લઈને ઉત્સાહ ચરમસીમા પર છે. ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ત્યારે જાણી લઈએ કે આ ટૂર્નામેન્ટની મેચોની ટિકિટ ક્યાંથી ખરીદી શકાશે અને કિંમત કેટલી છે.
Champions Trophy 2025 Tickets Booking : ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટની 8 વર્ષ બાદ વાપસી થઈ છે, વિશ્વભરના ચાહકોમાં આ ઈવેન્ટને લઈને ઉત્સાહ ચરમસીમા પર છે. ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. પાકિસ્તાન તેની યજમાની કરશે. ભારતીય ટીમની મેચો દુબઈમાં રમાશે. બાકીની ટીમો પાકિસ્તાનમાં રમશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ 28 જાન્યુઆરીથી જ કરાચી, રાવલપિંડી અને લાહોરમાં યોજાનારી મેચોની ટિકિટોનું વેચાણ શરૂ કર્યું હતું. બીજી તરફ દુબઈમાં યોજાનારી મેચોની ટિકિટોનું વેચાણ 3 ફેબ્રુઆરીથી શરૂ થયું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સત્તાવાર વેબસાઇટ પરથી તમે ઓનલાઈન ટિકિટ ખરીદી શકો છો. આ સિવાય ગ્લોબલ સ્પોર્ટ્સ ટ્રાવેલ એજન્સી દ્વારા પણ ટિકિટ ખરીદી શકાશે. ગ્લોબલ સ્પોર્ટ્સની સત્તાવાર વેબસાઇટ પર ટિકિટ ઉપલબ્ધ છે.
ભારતીય ટીમની મેચોની વાત કરીએ તો તે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ત્યાં જનરલ સ્ટેન્ડમાં સીટ મેળવવા માટે તમારે લગભગ 5912 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે પ્લેટિનમ સીટ ખરીદવા માંગો છો, તો તમારે તેના માટે 17,737 રૂપિયા ચૂકવવા પડશે.
જો તમે ગ્રાન્ડ લોન્જમાં બેસીને મેચની મજા માણવા માંગો છો, તો તમારે 47,300 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ, પાકિસ્તાનમાં રમાતી મેચોની ટિકિટની કિંમત 1,000 પાકિસ્તાની રૂપિયાથી શરૂ થાય છે અને 25 હજાર પાકિસ્તાની રૂપિયા સુધી જાય છે.
Trending Photos