ગુજરાતના 20 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની ચેતવણી, ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે
Gujarat Weather Forecast : ભારત હવામાન વિભાગ (IMD) એ સમગ્ર દેશમાં હવામાનમાં ફેરફારની આગાહી કરતા 12 રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે પશ્ચિમ હિમાલયમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ વરસાદ પડશે. બીજી તીવ્ર પશ્ચિમી વિક્ષેપ 26 ડિસેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે પશ્ચિમ હિમાલયમાં 26 થી 28 ડિસેમ્બરની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગો આ સમય દરમિયાન ભારે વાવાઝોડા અને અતિવૃષ્ટિ માટે એલર્ટ પર છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની આગાહી અમુક વિસ્તારમાં ભારે તો અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તેમણે 26, 27 અને 28 ડિસેમ્બર માવઠાની સંભાવના છે. તેમણે કહ્યું કે, બંગાળની ખાડીમાથી ભેજના કારણે માવઠાની સંભાવના છે. જેને કારણે બનાસકાંઠા અને સાંબરકાંઠામાં સૌથી વધારે માવઠાની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમા પણ માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતવરણ રહેશે. સમગ્ર ગુજરાતમાં મોસમના આવેલા માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાની થવાની સંભાવના છે. માવઠા બાદ તીવ્ર ઠંડી આવશે.
રાજ્યમાં ભર શિયાળે માવઠાની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.એ કે દાસે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાની શક્યતા છે. ગાજવીજ, ભારે પવનો સાથે વરસાદ અને કરા પડવાની આગાહી ગુજરાતમાં છે. જેમાં આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે. તો આવતીકાલે રાજ્યમાં કરા સાથે ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં હિલસ્ટ્રોમની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 40/50 કિમી પ્રતિ કલાકની રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 27, 28, 29 ડિસેમ્બરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. આ દિવસોમાં કમોસમી વરસાદ પડશે. કમોસમી વરસાદથી કેટલાક પાકો અને શાકભાજીમાં નુકસાની થશે. રીંગણ, દિવેલા રાઇ જેવા પાકોમાં નુકસાની થવાની શક્યતા વધારે છે.
Trending Photos