હજુ વધશે ઠંડી! આ વિસ્તારોમાં હવામાન વિભાગે કરી કોલ્ડવેવની આગાહી, જાણો કેવું રહેશે હવામાન
ગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. દિવસભર ઠંડા પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હજુ પણ આગામી દિવસમાં ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેર પડવાનો નથી. તમે પણ જાણો આગામી દિવસોમાં રાજ્યમાં તેવું તાપમાન રહેશે.
આગામી 5 દિવસ માટે હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે એક આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 3 દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફરક નહીં પડે અને ઠંડીથી પણ રાહત નહીં મળે. 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડી સામાન્ય ઓછી થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કોલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.
રાજ્યમાં ઠંડી વધી
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં અચાનક વધારો થયો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ તાર્તો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણી લો આગામી દિવસમાં રાજ્યમાં કેવું તાપમાન રહેશે. રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે. કારણ કે, હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન અપાવનારી છે.
શું છે અંબાલાલની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે આગાહી કરી છે કે દેશના ઘણા રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી શીત લહેર ચાલુ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરીય વિસ્તારોમાં શીત લહેર, ગાઢ ધુમ્મસ અને હિમવર્ષા થવાની સંભાવના છે. ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ.
Trending Photos