559 વર્ષ બાદ બન્યા 7 નવપંચમ રાજયોગ, 3 રાશિવાળાને તો વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે! ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે

વૈદિક જ્યોતિષ મુજબ 559 વર્ષ બાદ 7 નવપંચમ રાજયોગ બની રહ્યા છે. જેનાથી કેટલીક રાશિના જાતકોને ભરપૂર ફાયદો થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને રાજયોગ અને નવપંચમ યોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે 559 વર્ષ બાદ 7 નવપંચમ યોગનું નિર્માણ થયું છે. જેમાં ગુરુ- કેતુનું, મંગળ-શનિનું, મંગળ-શુક્રનું, બુધ-ગુરુ, ચંદ્ર-રાહુ મળીને 7 નવપંચમ યોગ બનાવી રહ્યા છે. જેનાથી કેટલીક રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ શરૂ થઈ શકે છે. આ સાથે જ આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. જાણો આ લકી રાશિઓ વિશે...

મેષ રાશિ

2/5
image

મેષ રાશિના જાતકો માટે 7 નવપંચમ રાજયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે તમારી રાશિનો સ્વામી મંગળ તમારી ગોચર કુંડળીના ત્રીજા ભાવમાં ગોચર કરે છે. જ્યારે શનિ અને શુક્રની સાથે નવપંચમ યોગ બની રહ્યો છે. આથી આ સમય તમને ધનના મામલે ખુબ અનુકૂળ રહેશે. જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે. તમે નવી યોજનાઓમાં ધન લગાવી શકો છો. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રહેશે અને તમે સંપત્તિ ખરીદવાની યોજના ઘડી શકો છો. પરંતુ આ સમય દરમિાયાન તમારે  ક્રોધ પર થોડું નિયંત્રણ રાખવું જોઈએ. 

કર્ક રાશિ

3/5
image

કર્ક રાશિવાળા માટે 7 નવપંચમ યોગ બનવું એ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે જ સમાજમાં તમે વધુ લોકપ્રિય પણ થશો. આ સમય દરમિયાન તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળી શકે છે. વેપાર કરનારાઓને માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવાની તક મળશે. આવકના વધારાના સ્ત્રોત ઊભા  થશે. શેર માર્કેટ કે રિયલ એસ્ટેટમાં રોકાણથી લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. વિચારેલી યોજનાઓ સફળ થશે.   

મકર રાશિ

4/5
image

સાત નવપંચમ યોગનું બનવું એ મકર રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને કરિયર અને કારોબાર સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. જૂના રોકાણથી લાભ થશે. તમને નવી યોજનાઓમાં ધન રોકી શકો છો. ખર્ચા પર કાબૂ રહેશે અને તમે સંપત્તિ ખરીદવાની યોજના ઘડી શકો છો. કોઈ લક્ઝરી વસ્તુ ખરીદી શકો છો. કામકાજ સંબંધિત મુસાફરી  થઈ શકે છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.