એક-બે નહીં... 4 મોટા ગ્રહ કરશે રાશિ પરિવર્તન, બનશે રાજયોગ, માર્ચ મહિનામાં આ જાતકોનું ભાગ્ય ચમકી જશે

ફેબ્રુઆરી મહિનો હવે સમાપ્ત થવાનો છે અને જલ્દી માર્ચ મહિનાની શરૂઆત થશે. માર્ચ મહિનો ગ્રહોના ગોચર અને ધાર્મિક દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. માર્ચના મહિનામાં હોળી, મહાશિવરાત્રિ જેવા તહેવાર પણ આવવાના છે. તો આ મહિનામાં ઘણા મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે, જેની અસર દરેક રાશિના જાતકો પર પડશે. 
 

માર્ચ મહિનામાં ગ્રહ ગોચર

1/5
image

ગ્રહોના રાશિ પરિવર્તન બાદ ઘણા ગ્રહોની યુતિ પણ બનવાની છે. જેનાથી ઘણી રાશિના જાતકો પર તેની શુભ અસર પડશે. જ્યારે કેટલાક જાતકોએ સાવધાન રહેવું પડશે. માર્ચ મહિનામાં બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ પોતાની ચાલમાં પરિવર્તન કરશે. મહિનાની શરૂઆતમાં ગ્રહોના રાજકુમાર બુદ્ધ મીન રાશિમાં ગોચર કરશે. તો 7 માર્ચે શુક્ર પણ રાશિ પરિવર્તન કરી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.   

સૂર્ય દેવ કરશે ગોચર

2/5
image

જ્યારે 14 માર્ચે સૂર્ય દેવ મીન રાશિમાં ગોચર કરશે. જ્યાં બુધ પહેલાથી બિરાજમાન રહેશે. બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થવાનું છે. આ સાથે મંગળ પણ કુંભ રાશિમાં ગોચર કરશે. માર્ચ મહિનામાં ગ્રહોના ગોચરને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થવાનો છે. જાણો તે રાશિઓ વિશે..  

વૃષભ

3/5
image

ગ્રહોના મહાપરિવર્તન કરવાથી માર્ચ મહિનો વૃષભ રાશિના જાતકો માટે ખાસ રહેવાનો છે. ઘરમાં ખુશીનો માહોલ રહેવાનો છે, જે પણ કાર્યો અટવાયા છે તે પૂરા થવાના છે. આ સાથે કારોબારમાં પ્રગતિ થશે. કરિયરમાં પણ લાભ મળશે. જીવનસાથી સાથે કોઈ તીર્થ યાત્રાએ જઈ શકો છો. 

કન્યા

4/5
image

કન્યા રાશિની ઉપર ગ્રહોના રાશિ પરિવર્તનની સકારાત્મક અસર પડશે. ફેબ્રુઆરીની તુલનામાં માર્ચનો મહિનો ખાસ રહેશે. તમારી આવક વધશે અને ખર્ચ ઓછો થશે. આ મહિને કન્યા રાશિના જાતક શત્રુઓ પર હાવી થતાં જોવા મળશે.   

કુંભ

5/5
image

કુંભ રાશિના જાતકો ઉપર ગ્રહોનું મહાપરિવર્તન વધુ પ્રભાવ પાડશે, કારણ કે કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ આ મહિને થઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકોને માર્ચ મહિનામાં અચાનક ધનલાભ થઈ શકે છે. વેપારમાં પણ ધનલાભથઈ શકે છે. જમીન-સંપત્તિ ખરીદવાનો યોગ બની રહ્યો છે. પૈતૃક સંપત્તિ વિવાદ સમાપ્ત થવાનો છે. આ સાથે શનિની સાડાસાતી અને પનોતીનો પ્રભાવ સમાપ્ત થવાનો છે.