કરોડો ખેડૂતો માટે સારા સમાચાર, આ દિવસે આવશે PM કિસાનનો 19મો હપ્તો, ચેક કરો ડિટેલ

PM Kisan Yojana 19th Installment:  પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. પીએમ કિસાનનો 19મો હપ્તો આ મહિને રિલીઝ થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારની તેમની મુલાકાત દરમિયાન ફંડ રિલીઝ કરશે.

1/7
image

PM Kisan Yojana 19th Installment:  પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ કિસાનનો 19મો હપ્તો આ મહિને રિલીઝ થઈ શકે છે.

2/7
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનામાં બિહારની તેમની મુલાકાત દરમિયાન ફંડ રિલીઝ કરશે. તાજેતરમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરી 2025ના અંત સુધીમાં લાભાર્થીઓને આપવામાં આવશે.

3/7
image

પીએમ-કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માટે, ખેડૂતોએ ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. જે સુનિશ્ચિત કરે છે કે નાણાકીય સહાય લાભાર્થીઓને તેમના આધાર-લિંક્ડ બેંક ખાતાઓમાં સીધી પહોંચે છે, જેનાથી છેતરપિંડી અટકાવવામાં આવે છે.   

4/7
image

અગાઉ, પીએમ મોદીએ 15 ઓક્ટોબર, 2024ના રોજ યોજનાના 18મા હપ્તાનું વિતરણ કર્યું હતું. PM-કિસાન યોજના હેઠળ દર ચાર મહિને 2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં 6000 રૂપિયાની વાર્ષિક ચુકવણી કરવામાં આવે છે.  

5/7
image

ખેડૂતો ત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેમનું ઇ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. જેમાં OTP-આધારિત e-KYC PM-કિસાન પોર્ટલ અને મોબાઈલ એપ પર ઉપલબ્ધ છે. બાયોમેટ્રિક આધારિત ઇ-કેવાયસી કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) અને સ્ટેટ સર્વિસ સેન્ટર્સ (SSK) પર કરી શકાય છે.  

6/7
image

પીએમ-કિસાન સન્માન નિધિ યોજના માટે કેવી રીતે નોંધણી કરાવવા માટે અધિકૃત PM-કિસાન પોર્ટલ દ્વારા ઓનલાઈન નોંધણી કરવી શકો છો. સહાયતા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લઈ શકો છે. 

7/7
image

રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત નોડલ અધિકારીઓનો સંપર્ક પણ કરી શકાય છે અથવા મદદ માટે સ્થાનિક અધિકારી અથવા મહેસૂલ અધિકારીઓનો સંપર્ક કરી શકાય છે.