J&K: કાશ્મીર ખીણ વિસ્તારોમાં ભારે snowfall, સહેલાણીઓને બખ્ખે બખ્ખા, ખાસ જુઓ PICS
સતત બરફવર્ષાના કારણે ક્લાસ 11 બોર્ડ પરીક્ષા પણ હાલ સ્થગિત કરવામાં આવી.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આજે સવારથી બરફવર્ષા ચાલુ છે. હવામાન ખાતાએ આજે અને આવતી કાલ માટે કાશ્મીર ખીણના અનેક વિસ્તારોમાં બરફવર્ષાનું અનુમાન કરેલું છે. ભારે બરફવર્ષાના પગલે શ્રીનગર-જમ્મુ હાઈવે પર વાહનવ્યવહારને અસર થઈ છે. હાઈવે પર જવાહર ટનલમાં બરફ જામી જવાના કારણે રસ્તો બંધ છે. ભારે બરફવર્ષાના કારણે પારો પણ ગગડી ગયો છે. શ્રીનગરમાં તાપમાન માઈનસ 1.5 ડિગ્રી, પહેલગામમાં પણ માઈનસ 1.5, જ્યારે ગુલમર્ગમાં તાપમાન માઈનસ 5.0 પર પહોંચી ગયું. આ બાજુ લેહ શહેરમાં તાપમાન માઈનસ 12.7 ડિગ્રી, કારગીલમાં માઈનસ 16.6 અને દ્રાસમાં માઈનસ 22.4 ડિગ્રી ગત રાતે રેકોર્ડ થયું હતું. જમ્મુ શહેરમાં મીનીમમ તાપમાન 11.7, કટરામાં 9.5, બનીહાલમાં 0.5 રેકોર્ડ થયું હતું. સતત બરફવર્ષાના કારણે ક્લાસ 11 બોર્ડ પરીક્ષા પણ હાલ સ્થગિત કરવામાં આવી.
Trending Photos