Rain alert: રમકડાંની જેમ તણાયા વાહન, રોડ-રસ્તા જળમગ્ન, શહેર બન્યા તળાવ, તસવીરોમાં જુઓ વરસાદે સર્જેલી તારાજી

Rain Alert: ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કોસ્ટલ કર્ણાટક અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. શનિવારથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. જેના કારણે ઘણા શહેરમાં તો તારાજીના દ્રશ્યો સર્જાયા છે. રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

દિલ્હી પાણી પાણી

1/5
image

જુલાઈ મહિનાના પહેલા સપ્તાહથી જ દેશના મોટાભાગના રાજ્યોમાં અતિભારે વરસાદ શરુ થયો હતો. ચોમાસાની શરુઆતથી અત્યાર સુધીમાં 243.2 મીમી વરસાદ નોંધાયો છે જે સામાન્ય 239.1 મીમી વરસાદ કરતા બે ટકા વધુ છે. અનરાધાર વરસાદના કારણે દિલ્હીના રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.

ઉત્તરાખંડમાં મેઘતાંડવ

2/5
image

વરસાદના કારણે ઉત્તરાખંડમાં ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં સતત થઈ રહેલા વરસાદના કારણે ઠેરઠેર ભુસ્ખલન થયું છે જેના કારણે વાહન, રોડ-રસ્તા, મકાનો ધરાશાયી થયા હતા. અલગ અલગ ઘટનાઓમાં 8 લોકોના મોત પણ થયા હતા. હવામાન વિભાગે અહીં 11-12 જુલાઈએ રાજ્યના ચમોલી, પૌડી, પિથોરાગઢ,  અલ્મોડા, ચંપાવત, નૈનીતાલ સહિતના શહેરોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

જમ્મુ-કાશ્મીર

3/5
image

જમ્મુ-કાશ્મીરની ઝેલમ નદી વરસાદના કારણે બેકાંઠે થઈ હતી. જો કે પાણીનું સ્તર ઘટતાં લોકો પર તોળાતું જોખમ ઘટ્યું છે. હવામાન વિભાગ અનુસાર જમ્મુ કાશ્મીરમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. 

પંજાબ-હરિયાણામાં વરસાદી કહેર

4/5
image

પંજાબ અને હરિયાણાના ઘણા શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાહનવ્યવહારને અસર થઈ છે. હવામાન વિભાગના અહીં આગામી દિવસો દરમિયાન પણ વરસાદ થઈ શકે છે. આ બંને રાજ્યોના અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

13 જુલાઈ સુધી વરસાદની આગાહી 

5/5
image

હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના ઘણા શહેરો માટે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. અહીં 14 જુલાઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે. સાથે જ દેશના મોટાભાગના શહેરોમાં 11 થી 13 જુલાઈ વચ્ચે પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ વરસાદના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.