Virat Kohli ના શરીર પર છુંદાવેલા છે આટલા ટેટૂ, જાણો દરેક ટેટૂનો શું છે અર્થ
Virat Kohli Tattoos: ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના કેરિયરમાં ઘણા કારનામા કર્યા અને પોતાના કેરિયર દરમિયાન તેમણે પોતાની બોડી પર અત્યાર સુધી 11 ટેટૂ બનાવ્યા છે. તેમણે આ તમામ ટેટૂ ખાસ હેતુથી બનાવ્યું છે. આવો જાણીએ વિરાટ કોહલીએ દરેક ટેટૂનો અર્થ.
મોનેસ્ટ્રીનું ટેટૂ
આ ટેટૂ કોહલીના ડાબા હાથમાં ભગવાન શિવના ટેટૂની બાજુમાં બનેલું છે. આ શક્તિનું પ્રતિક મોનેસ્ટ્રીનું છે, જે ક્રિકેટની પિચ પર તેમાં ઉર્જા ભરે છે.
ટ્રાયબલ ટેટૂ
આ ટ્રાયબલ ટેટૂ તેમના જમણા હાથ પર કાંડા ઉપર બનેલું છે, આ તેમના જનજાતિ, ટીમ અને નિશ્વિતરૂપથી, તેમની લડાઇની ભાવના, એગ્રોના પ્રતિ નિષ્ઠાનું પ્રતિક છે.
માં ના નામનું ટેટૂ
વિરાટ કોહલીએ પોતાના પહેલું ટેટૂ પોતાની માં સરોજના નામથી કરાવ્યા હતા. આ ટેટૂ તેમના ડાબા હાથ પર બનેલું છે.
Scorpio ટેટૂ
કોહલીનો જન્મ 5 નવેમ્બર, 1988 ના રોજ થયો હતો. તેમની રાશિ સ્કોર્પિયો છે, તેમણે પોતાની રાશિ જમણા હાથ પર લખાવી છે.
ઓમનું ટેટૂ
વિરાટે ઓમનું ટેટૂ પણ બનાવ્યું છે. આ (ઓમ) સુસંગત ધ્વનિને તે જીવનનો સાર ગણે છે.
ગોડ આઇ ટેટૂ
આ ટેટૂ તેમના ડાબા ખભા પર છે. તેના વિશે વિરાટ કોહલીએ કહ્યું હતું કે ''હું તેને ભગવાનની આંખ કહું છું. આ ટેટૂનો અર્થ છે બ્રહ્માંડ. જે એક આંખની માફક દેખાય છે.
સમુરાઇનું ટેટૂ
ડાબા બાવડા પર જાપાની સમુદ્રા યોદ્ધાનું ટેટૂ છે. આ જાપાની સમુરાઇ હાથમાં એક તલવાર લઇને ઉભો છે. વિરાટ આ ટેટૂને પોતાનું 'ગુડલક' ગણે છે.
269 નું ટેટૂ
કોહલીએ જૂન 2011માં કિંગ્સ્ટનમાં વેસ્ટઇંડીઝની વિરૂદ્ધ ટેસ્ટ કિક્રેટમાં પગ મુક્યો હતો અને તે 269મા ખેલાડી બન્યા. જેથી તેમને કેપનો નંબર 269 છે.
175 નું ટેટૂ
2008માં વિરાટ કોહલીએ વનડે ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું. તે ભારત તરફથી વનડેમાં પર્દાપર્ણ કરનાર 175મા ખેલાડી બન્યા. એટલા માટે તેમની વનડે કેપનો નંબર 175 છે.
ભગવાન શિવનું ટેટૂ
વિરાટ કોહલી ભગવાન શિવના મોટા ભક્ત છે. એટલા તેમના ડાબામાં ભગવાન શિવનું ટેટૂ પણ છે. તેમાં કૈલાશ પર્વત પર ભગવાન શિવને ધ્યાન કરતાં દર્શાવવામાં આવ્યા છે.
પ્રેમ નામનું ટેટૂ
વિરાટ કોહલીના પિતાનું નામ પ્રેમ કોહલી હતું. તેમણે પોતાના ડાબા હાથ પર પાછળને તરફ પિતાનું નામ લખાવ્યું છે.
Trending Photos