દાના વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Cyclonic Stroim Dana Latest Update : ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. બેવડી ઋતુની અસર વર્તાશે અને તાપમાનમાં 3 ડિગ્રી વધારો થશે તેવી હવામાન વિભાગે ચેતવણી  આપી છે. જેનું કારણ છે દાના વાવાઝોડું! આગામી 24 કલાકમાં 120 કિમીની ઝડપે ચક્રવાતી તોફાન દાનાની એન્ટ્રી થશે. જેમાં 6 ફૂટથી વધુ મોજાં ઉછળશે. હવામાન વિભાગે ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જારી કર્યું છે. ચક્રવાત 'દાના' 24 કલાકમાં વધુ નજીક આવશે ત્યારે વધુ તબાહી અને વિનાશ વેરશે. આ કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળશે. ભારે વરસાદ થશે. જ્યાં વાવાઝોડું ટકરાશે ત્યાં 120 કિલોમીટરની ઝડપે જોરદાર પવન ફૂંકાશે. 
 

1/4
image

ગુજરાતમાં હવામાન વિભાગે જણાવ્યું કે, આજથી ગુરુવારથી વરસાદ ઘટી જશે. ૨૯ સુધી સૂકું હવામાન રહેશે. ગુજરાતમાં આવતીકાલે બુધવારથી વરસાદ ઓછો થવાની શક્યતા છે. હવામાન ખાતાએ ૨૯ ઓક્ટોબર સુધી સૂકા હવામાનની આગાહી કરી છે.  

અહીં ત્રાટકીને વિનાશ વેરશે દાના વાવાઝોડું 

2/4
image

ચક્રવાતી વાવાઝોડું 'દાના' 24 કલાકની અંદર પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકી રહ્યું છે. 'દાના' 24 ઓક્ટોબરની સાંજથી 25 ઓક્ટોબરની સવાર સુધી વિનાશ વેરશે, જેના કારણે બે રાજ્યો સૌથી વધુ પ્રભાવિત થશે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સરકારોએ ચક્રવાત 'દાના'નો સામનો કરવા માટે તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. હવામાન વિભાગે આ અંગે ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાત 'દાના'ને લઈને ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાંથી ચક્રવાતી તોફાન 'દાના' 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. 

24 મી સાંજ પછીનો સમય વધુ ખતરનાક 

3/4
image

24મી ઑકટોબરની સવાર સુધીમાં ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે અને પછી 24મીની રાતથી 25મીએ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પુરી અને સાગર દ્વીપ વચ્ચે ટકરાશે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 100-110 કિમી પ્રતિ કલાકથી 120 કિમી પ્રતિ કલાકની વચ્ચે રહેશે. 24 અને 25 ઓકટોબરે ઓડિશાના બલેશ્વર, મયુરભંજ, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંહપુર કેઓઝર, જાજપુર, કટક, ઢેંકનાલ, ખોરડા અને પુરી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતી તોફાનની અસર દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, હાવડા, હુગલી, કોલકાતા અને ગંગા કાંઠાના પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લાઓમાં પણ આગામી બે દિવસ સુધી જોવા મળશે. જેના કારણે ઝારખંડમાં પણ ભારે વરસાદ પડશે.   

દરિયો તોફાની બનશે 

4/4
image

IMDએ દરિયામાં ભારે ભરતીની ચેતવણી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન દરિયામાં 1.0 થી 2.0 મીટર એટલે કે (3 થી 6 6 ફૂટથી ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. ઉચ્ચ ભરતીના કારણે, કેન્દ્રપારા, ભદ્રક, જગતસિંહપુર, ઓડિશાના બાલાસોર અને પશ્ચિમ બંગાળના દક્ષિણ 24-પરગણા જિલ્લાના પૂર્વ મેદિનીપુરમાં ભૂસ્ખલન સાથે પાણી ભરાઈ જવાની સંભાવના છે હવામાન વિભાગે માછીમારો માટે એલર્ટ જાહેર કર્યું છે. 23 થી 25 ઓકટોબર સુધી મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીમાં માછીમારી સંપૂર્ણપણે સ્થગિત રહેશે. આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયાકિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. જો કે, દાનની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે. જ્યાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.