Cyclonic Fengal LIVE Update: વાવાઝોડાએ દક્ષિણમાં કહેર મચાવ્યો! ભયાનક તબાહીની તસવીરો જોઈને દિલમાં છૂટી જશે કંપારી!

Cyclonic Storm Fengal LIVE Update: અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ભરશિયાળે ખેડૂતોના માથે આવી માવઠાની ઘાત આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ભરશિયાળે માવઠું આવી રહ્યુ છે. 4 ડિસેમ્બર બાદ માવઠું થવાની પુરી શક્યતા છે. 4થી 8 ડિસેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં માવઠું થશે. બીજી બાજુ ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં કહેર મચાવ્યો છે.

1/13
image

ફેંગલ વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં કહેર મચાવ્યો છે. ફેંગલ તમિલનાડુ-પુડ્ડુચેરીના કાંઠે વિસ્તારે ટકરાયું છે. વાવાઝોડાના કારણે 90 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો છે. હાલ વાવાઝોડાના કારણે પુડ્ડુચેરી, તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પુડ્ડુચોરી ધોધમાર વરસાદના કારણે પાણી પાણી થયું છે. 

2/13
image

તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડાના કારણે ચેન્નાઈની અનેક ફ્લાઈટ રદ કરાઈ છે. તો ભારે પવન સાથે વરસાદથી અનેક જગ્યાએ વીજળી ગુલ થવાના બનાવ બન્યા છે. હવામાન વિભાગે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુમાં 3 ડિસેમ્બર સુધી ભારે વરસાદ વરસશે. 

3/13
image

ચક્રવાત ફેંગલ તમિલનાડુના દરિયાકાંઠે ત્રાટકી ચૂક્યું છે. વાવાઝોડું લેન્ડફોલ બાદ તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, એ ખરાબ સમાચાર એ છે કે, ચેન્નાઈમાં ભારે વરસાદ વચ્ચે વીજ કરંટ લાગવાથી ચાર લોકોના મોત થયા છે. ફેંગલને કારણે ઘણી ટ્રેનો અને ફ્લાઈટને અસર થઈ છે. 

4/13
image

ચક્રવાત ફેંગલ રવિવારે સવારે લગભગ 2 વાગ્યે તમિલનાડુના દરિયાકાંઠેથી પસાર થયું હતું અને કરાઇકલ અને મહાબલીપુરમની વચ્ચે પહોંચ્યું હતું. લેન્ડફોલ પછી, તે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી છ કલાકમાં ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં નબળું પડવાની ધારણા છે. 

5/13
image

આ પહેલા દિવસે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તૈયારીઓની સમીક્ષા કરી હતી. કારણ કે તોફાન ફેંગલના કારણે રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે. તેની અસર હાલમાં જોવા મળી રહી છે.

6/13
image

તો બીજી તરફ, ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે. નર્મદામાં 9 ડિગ્રી, ડાંગમાં 11, વડોદરા અને ડીસામાં 13 તો અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

7/13
image

ભારતીય હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના ઘણા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં હવામાનમાં ફેરફાર, ભરતી અને ભારે વરસાદની અપેક્ષા છે.

8/13
image

IMDએ ચેન્નાઈ અને શહેરના ત્રણ પડોશી જિલ્લાઓ સહિત 13 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે નારંગી ચેતવણી જારી કરી છે. વિલ્લુપુરમ, કલ્લાકુરિચી અને કુડ્ડલોરમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે કારણ કે તે લેન્ડફોલ સ્થાનની નજીક છે.

9/13
image

સુરત, નવસારી, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.

10/13
image

બીજી બાજુ બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે આ તોફાનની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે. 

11/13
image

ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વહેલી સવારે અને સૂર્યાસ્ત બાદ ઠંડીનું જોર વધે છે. જો કે નવેમ્બર મહિનાનો અંત આવ્યો હોવા છતાં હજુ સુધી જોઈએ તે પ્રમાણે ઠંડી નથી પડી રહી. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં કોઈ શીત લહેરની સંભાવના નથી.

12/13
image

આમ છતાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ પંચમહાલ અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. જ્યારે 4 ડિસેમ્બર બાદ વાદળો આવતા લઘુત્તમ તાપમાન ધીમે- ધીમે વધવા લાગશે. 8 થી 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના કેટલાક ભાગોમાં ફરીથી તાપમાન ઉચકાશે અને 15 થી 16 ડિગ્રી સુધી પારો જઈ શકે છે.

13/13
image

જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ થઈ ગઈ છે. આગામી બે દિવસમાં ભયાનક ઠંડી શરૂ થઈ જશે. દેશના 10 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી છે. સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયેલું રહેશે. જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા ચાલુ રહેશે. જોકે, ડિસેમ્બર મહિનો ઠંડીથી વધુ કંપાવનારો રહેશે. દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો ચાલુ છે.