₹20,000 ની કમાણી કરનારને કરોડપતિ બનાવનારી Solid Formula- કોઈ નહીં જણાવે આ ટ્રિક

Crorepati Tips: કરોડપતિ બનવું દરેકનું સપનું હોય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેની આવક વધુ હોતી નથી. તેથી તેઓ આ સપનાને પૂરુ કરવાનું વિચારી પણ શકતા નથી. પરંતુ જો તમારી અંદર ખરેખર સપનું સાકાર કરવાનો જુસ્સો છે તો તમે સામાન્ય કમાણીથી પણ તેને સાકાર કરી શકો છો. તે માટે તમારે ખાસ  Financial Strategy તૈયાર કરવી પડશે. અહીં અમે તમને તે ફોર્મ્યુલા જણાવીશું જે  ₹20,000 ની સામાન્ય કમાણી કરનારને પણ કરોડપતિ બનાવી શકે છે.
 

પહેલા સમજો આ વાત

1/5
image

જો તમે ખરેખર  કરોડપતિ બનવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારે બચત અને રોકાણના મહત્વને સમજવું પડશે. પગાર ભલે ઓછો હોય, તેમાંથી પૈસા બચાવવા પડશે અને તેનું રોકાણ કરવું પડશે. કેટલી બચત કરવી અને ક્યાં રોકાણ કરવું તે પણ જાણો.

70:15:15 ની ફોર્મ્યુલા અપનાવો

2/5
image

જો તમે 20 હજારના પગારમાં ખરેખર કરોડપતિ બનવા ઈચ્છો છો તો તમારે બચત-રોકાણ માટે 70:15:15 ની ફોર્મ્યુલા અપનાવવી પડશે. એટલે કે તમે કમાણીના 70 ટકા પોતાની જરૂરીયાત પૂરી કરવા માટે રાખો, 15 ટકા રકમથી ઈમરજન્સી ફંડ બનાવો અને 15 ટકા રકમનું રોકાણ કરો.

ઉદાહરણથી સમજો

3/5
image

જો તમે 20 હજાર રૂપિયાની કમાણી દર મહિને કરો છો તો તેના 70 ટકા થયા 14000 એટલે કે તમારે તમારા બધા ખર્ચા 14000 રૂપિયામાં પૂરા કરવા પડશે. 15-15% એટલે કે 3000-3000 રૂપિયા તમારે ઈમરજન્સી ફંડ અને રોકાણ માટે રાખવાના છે. 

કરોડપતિ બનવા કયાં રોકાણ કરશો

4/5
image

હવે સવાલ છે કે કરોડપતિ બનવા માટે કયાં રોકાણ કરવું? તો તેનો જવાબ છે કે બચતના પૈસા મ્યૂચુઅલ ફંડમાં SIP દ્વારા લગાવો. મ્યૂચુઅલ ફંડમાં એવરેજ રિટર્ન 12 ટકા મળે છે. સાથે તેમાં કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે. તેવામાં તમારા પૈસા ઝડપથી વેલ્થમાં પરિવર્તિત થાય છે.

કઈ રીતે બનશો કરોડપતિ, સમજો ગણતરી

5/5
image

જો તમે SIP દ્વારા દર મહિને 3000 રૂપિયા સતત 30 વર્ષ સુધી રોકાણ કરો છો તો 30 વર્ષમાં તમારૂ કુલ રોકાણ 10,80,000 રૂપિયા થશે. પરંતુ તેના પર 12 ટકા હિસાબથી તમને  95,09,741 રૂપિયા માત્ર વ્યાજથી મળશે. આ રીતે 30 વર્ષમાં તમે 1,05,89,741 રૂપિયાના માલિક હશો.