ટેક્નોલોજીના આધિન બાળકો બાળપણ ગુમાવી બેઠા, એ રમતો જે તમને યાદ કરાવશે તમારુ બાળપણ
ગિલ્લીદંડા, (સતોડિયું) નગોલ, થથ્પો દા, ડબો ડૂલ, લખોટી , લંગડી, ખો-ખો, લખોટી જેવી રમતો આજના આધુનિક બાળકો નથી જાણતા.આ એવી રમતો હતી જે બાળપણની સાથે બાળકનો પણ વિકાસ કરતી હતી.માનસીક અને શારીરીક રીતે બાળકને મજબુત બનાવતી હતી.પરંતુ આજે આ રમતો માત્ર ઈતિહાસમાં રહી ગઈ છે.
નરેશ ધારાણી/ અમદાવાદ: આજના આધુનિક યુગમાં બાળપણની હત્યા થઈ રહી છે.એ બીજુ કોઈ નહીં પણ માતા-પિતા જ કરી રહ્યા છે.બાળકોને વ્યસ્ત આધુનિક લાઈફમાં ટેક્નોલોજીને આધિન માતા-પિતા જ બનાવી રહ્યા છે.આજકાલ બાળક બોલતા શિખે તે પહેલા મોબાઈલનો ઉપયોગ કરતા શિખી જાય છે.બાળક ઘોડિયામાં હોય ત્યારથી માતા-પિતા બાળકને મોબાઈલના આદિ બનાવી રહ્યા છે.જે બાળકો એ રમતોથી અજાણ છે જે તેના માતા-પિતા બાળપણમાં રમતા હતા.કઈ જે આ રમતો જે અને આજે કેમ વિસરાઈ ગઈ છે તે જોઈએ. ઘરની બહાર ગલીમાં નિકળો એટલે આજ પણ બાળકોનું ટોળુ જોવા મળે.પરંતુ ટોળામાં હોવા છતા બાળક એકલું જ હોય છે.કેમ કે તેના હાથમાં હોય બાળપણનો હત્યારો મોબાઈલ.ટોળામાં બેસીને પણ બાળકો પોતાની રીતે ઓનલાઈન ગેમમાં વ્યસ્ત હોય છે.આજુબાજુમાં કોણ છે તેનાથી બાળક અજાણ હોય છે.અને જૂની રમતો વિશે બાળકને ખબર જ નથી.કેમ લંગડી, થપ્પો દા, ચોર-પોલીસ જેવી રતમોની જગ્યા હવે પબજી, લુડ્ડો અને ટેમ્પલ રન જેવી ગેમે લઈ લીધો છે.
દોરડા ખેચ
ટીમ વર્ક સાથે તાકાતનો પરચો બતાવવા માટેની ઉત્તમ રમત એટલે દોરડા ખેંચ.જેમાં બે ટીમ હોય છે.જે દોરડાના બંને છેડા તરફ ગોઠવાય જાય અને સામ સામે ખેંચે.તેમા જે ટીમ પોતાની તરફ બીજી ટીમને ખેંચી લે તે વિજય બને.
દોરડા કુદવા
રમતા રમતા સારા સ્વાસ્થ્ય માટે દોરડા કુદવા શ્રેષ્ઠ છે.દોરડા કુદવાથી મેટાબોલિઝમ વધે છે.આ રમતમાં બે બાળકો સામસામે ઊભી અને દોરડું પકડે છે.જ્યારે ત્રીજું બાળક વચ્ચે ઊભું રહી અને દોરડું કુદે છે..આવી રમતથી બાળકનું સ્વાસ્થ્ય સારૂ રહે છે અને તેના મિત્રો પણ વધે છે.
સતોડિયું
સારીરીક સ્વાસ્થ્યની કસોટી કરતી આ સતોડિયું રમત બાળપણ માટે શ્રેષ્ટ હતી.પરંતુ આજે થોડા ઘણા અંશે ગામડામાં જોવા મળે છે.આ રમત બે ટીમ વચ્ચે રમાય છે.એક ટીમના સભ્યો પથ્થર ગોઠવે અને બીજી ટીમના સભ્યો તેને દડા વડે વેખરવા માટે પ્રયત્ન કરે.આવી રમતથી બાળક ટીમવર્કના પાઠ પણ શીખતા હતા.
પોષમ પા
આ રમત બાળપણથી બાળકને સતર્ક રહેતા શિખ આપતી.આ રમતમાં ગીત ગાતા-ગાતા બાળકો એકબીજાને પકડવાનો પ્રયાસ કરે છે.જે બાળક પકડાઈ જાય તે આઉટ ગણાય.આ રમત રમી બાળક સમજી શકે છે કે જીવનમાં સાવધાનીપૂર્વક કેવી રીતે બચવું.
લખોટી
ગામડાના બાળકોની પ્રિય ગણાતી લખોટીની રમતની કદાચ શહેરમાં રહેતા બાળકોને ખબર પણ નહીં હોય.આધુનિકરણ પહેલા લગભદ દરેક વ્યક્તિએ બાળપણમાં આ રમત રમી જ હશે.પરંતુ વીડિયો ગેમ આપ્યા બાદ લખોટીની રમતનું મરણ થયું છે.અને આજે માત્ર થોડા અંશે ગામડા પુરતી સિમીત થઈ ગઈ છે.આ રમત બાળકને એકાગ્રતા, બેલેન્સ વર્ક અને અચૂક નિશાનની તાલીમ આપતી હતી.
લંગડી
એક પગે દોડી અને કુદકા મારી અન્યને પકડવાની આ રમત આજના યુવાનો અને આધેડે પોતાના બાળપણમાં રમી જ હશે.પરંતુ ચારદિવોલ વચ્ચે અભ્યાસ કરતા આજના બાળકો આનાથી અજાણ હશે.જીવનમાં ધીરજના બોધપાઠ શીખવા માટે લંગડીની રમત ઉત્તમ ગણાય છે.આ રમતથી બાળક મિત્રો બનાવવાની સાથે દરેક સ્થિતિમાં કેવી રીતે જીત મેળવવી તે શીખી શકે છે.
થપ્પો (છુપ્પાછુપી)
થપ્પો કે છુપાછુપીથી પ્રચલિત રમત બાળકો માટે પ્રિય હતી.વગર વેરેન્ટેજની આ રમત રમવાથી બાળકો સ્ફૂર્તિવાન બનતા હતા.સાથે સતર્ક રહેવાનું પણ શિખતા હતા.આ રમત એલટી પ્રચલીત હતી કે આજના માતા-પિતા તેમના બાળપણમાં રમી ચુક્યા હશે.પરંતુ આજની તીન પતી જેવી ગેમમાં વ્યસ્ત રહેતા બાળકોને આની ખબર નહી હોય.
મોઈ-દાંડિયા (ગબી ખાડો)
આ રમત ખાસ કરીને આજે પણ ગામડાના બાળકો રમતા જોવા મળે છે.પરંતુ શહેરમાંથી તો મોઈ-દાંડિયાની રમત નામશેષ થઈ ચુકી છે.આ રમત માટે એક દંડો અને નાની મોઈ જોઈએ.જેમાં નાનો ખાડો કરી તેમાં મોઈને રાખી દંડા વડે ઉછાળીને તેને દૂર ફટકારવામાં આવે છે.આ રમત બાળકોને શારીરીક રીતે મજબુત બનાવતી હતી.
ચોર-પોલિશ
હવે માત્ર ફિલ્મોના પડદા પર જોવા મળતી આ લડાઈ ક્યારે સોસાયટીની શેરીમાં રમાતી હતી.બાળકોની બે ટીમ બને જેમાં એક પોલીસની ટીમ હોય અને બાકીના ચોર બને.અને પછી જામે કાયદાનું યુદ્ધ.ચોર ભાગે,સંતાય અને પોલીસ પીછો કરી તેને પકડે.શારીરીક શ્રમથી પરસેવા છોડાવી દેતી આ રમત બાળકો માટે ખુબ ફાયદા કારક હતી.
ભમરડો
બાળકોની પ્રિય રમતમાંની એક રતમ હતી ભમરડાની રમત.પરંતુ આજના આ રમત પણ જોવા નથી મળતી.આ રમત માટે એક દોરી અને ભમરડાની જરૂર પડે છે.જેમાં બાળકો દોરી વીંટી ભમરડાને જમીન પર ફેરવે છે.
ટાયર ફેર
ગામના રોડ અને સેરીઓને રેસિંગ ટ્રેક સમજી ટાયરની રેસ બાળકો વચ્ચે જામતી.એક હાથમાં દંડો લઈને ટાયરને ફેરવી આગળ નિકળવાની એદભૂત રમત આજે વિસરાઈ ગઈ છે.
કોથળા દોડ
એક કોથળામાં ખભા સુધી પુરાઈને પછી કોથળો પકડીને કુદકા મારીને દોડવાની આ રમત આજે પણ યાદ કરો તો તમને પણ હસવું આવી જાય.આ રમત માટે બાળક શારીરીક રીક્ષે ખુબ જ સક્ષમ હોવા જોઈએ.આમા મુશ્લીના સમયમાં કેવી રીતે આગળ નિકળવું તેની બાળકને શીખ મળતી હતી.
મ્યુઝિક ચેર
આ ગમ પણ બાળકો સહિત યુવાનમાં પણ ખુબ લોકપ્રિય હતી.જેમાં ખુરશીની લાઈન હોય.અને સંગતી વાગતું હોય ત્યાં સુધી ખુરીશોની ફરતે બાળકો ચક્કર મારે.અને સંગીત બંધ થાય એટલે ખુરશીઓ પર બેસી જવાનું.જેને જગ્યા ન મળે તે આઉટ ગણાય..
આંધળો પાટો
આ પણ એક મજદાર રમત છે.જેમાં એક વ્યક્તિની આંખો પર પોટો બાંધી દેવામાં આવે.પછી તે જોયા વગર જ અન્ય લોકોને પકડવાના પ્રયત્નો કરે.જે પકડાય જાય તે આઉટ ગણાય.
ઘર-ઘર
આ રમત તો લગભગ દરેક વ્યક્તિએ રમી હશે.ઘર-ઘરની રમતમાં વાસ્તવ જીંદગી કેવી રીતે ચાલે તેની બાળકોને ખબર પડતી હતી..જેમાં પતી હોય, પત્ની હોય અને ઘરના સભ્યો હોય..સાથે ઘર કેવી રીતે ચલાવવું અને કેવી રીતે બંધાને એક કરીને રાખવા તેનું બાળકોને જ્ઞાન મળતું હતું.
આ સિવાય પણ ઓલ ટાઈમ ફેવરીટ ક્રિકેટ, ડબો ડૂલ, નદી-પર્વત, ઈંડાકૂકડી ,ભીતિયો , કલરે કલર કેવો કલર , સાક્ડ , શૉટ-ગો , એક પકડાતાં બે જેવી રમતો પહેલા બાળકો રમતા હતા.આજે પણ આ રમતોને યાદ કરાય તો બાળપણના સંભારણા સાથે લોકોના ચહેરા પર સ્મીત આવી જાય છે.
આજે બાળકોની રમત લેપટોપ અને કોમ્પ્યુટરથી મોબાઈલ સુધી સિમિત થઈ ગઈ છે.આજે બાળક રમત તો રમે છે પણ ઘરમા પુરાઈને મોબાઈલ સ્ક્રીન પર.જેથી બાળકનો સમય,સ્વાસ્થ્ય અને માનસીકત સ્થિતિ બગડે છે.લાંબો સમય સુધી ડિજિટલ ઉપકરણો પર વિતાવતા ખુબ નાની ઉંમરે નંબર આવી જવાના કિસ્સા દિન-પ્રતિદિન વધી રહ્યા છે.
આધુનિક યુગમાં રમાતી રમતો પબજી, લુડ્ડો, ત્તીન પતિ, ટેમ્પલ રન, કોઈન માસ્ટર, ટીકટોક, ફ્રી ફાયર, વ્હોટસ એપ, યૂ ટ્યુબ
જૂની રમતો જે આજના માતા પિતા તેના બાળપણમાં જરૂર રમી હશે.અને આધુનિક રમતો જે દરેક માતા-પિતા તેના બાળકોને મોબાઈલ પર રમતા જોતા હશે.હવે માતા-પિતાએ નક્કી કરવાનું છે તેમના બાળકોને આધુનિકરના આદિ બનાવવા છે કે જૂની રમતો રમાડી સ્વસ્થ રાખવાના છે.આજના સમયમાં આ રમતો રમાડવી થોડી અઘરી છે પરંતુ અશક્ય નહીં.બાળકોને તેમનું સાચું બાળપણ આપો.બાળકના વિકાસ અને તેના બાળપણની હત્યા ન કરો.
Trending Photos