Alia Bhatt Saree Photos: આલિયા ભટ્ટે 30 વર્ષ જૂની સાડીમાં મચાવી ધૂમ, તસવીરો જોઈ થઈ જશો ફિદા
Alia Bhatt Saree Photos: આલિયા ભટ્ટ પોતાની એક્ટિંગની સાથે સાથે ફેશન સેન્સ માટે પણ ફેમસ છે. તાજેતરમાં હોપ ગાલા ઈવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટે સાડીમાં અદભૂત લુક બતાવ્યો હતો. સાડી પર કરવામાં આવેલ વર્ક સ્પષ્ટપણે દર્શાવે છે કે આલિયાનો આ આઉટફિટ ખૂબ જ ખાસ છે. તમને જણાવી દઈએ કે આ સાડી અબુ જાનીએ તૈયાર કરી છે. ચાલો જાણીએ આલિયાના લુક અને સાડી વિશે.
આલિયા ભટ્ટની સાડી
આલિયા ભટ્ટે આજે યૂ.કે.માં હોપ ગાલા ઈવેન્ટને હોસ્ટ કરી હતી. આ દરમિયાન અભિનેત્રીએ અબુ જાની-સંદીપ ખોસલાના લેબલની સાડી પહેરી હતી. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આલિયાનો આ લુક કેટલો સુંદર લાગી રહ્યો છે.
આ સાડી 30 વર્ષ જૂની છે
અબુ જાની-સંદીપ ખોસલા લેબલના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર આલિયાની વિન્ટેજ સાડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે આ સાડી 30 વર્ષ પહેલા 1994માં બની હતી.
કેટલાં કલાકમાં થઈ તૈયાર
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની આ ખાસ સાડીને તૈયાર કરવામાં 3500 કલાકની મહેનત લાગી છે. સાડી પર અલગ-અલગ રીતે કામ કરવામાં આવ્યું છે. લુકને સ્પેશિયલ અને ક્લાસી રાખવા માટે સાડી અને ડિઝાઈનના કલર કોમ્બિનેશનને સારી રીતે પસંદ કરવામાં આવ્યું છે.
ડિઝાઈનર બ્લાઉઝ
આલિયા ભટ્ટના ડિઝાઈનર બ્લાઉઝને કારણે તેનો લૂક વધારે આકર્ષક લાગી રહ્યો હતો. બ્લાઉઝ આગળથી સાદું રાખવામાં આવ્યું છે. તે જ સમયે, પાછળના ભાગમાં મોતીનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. અલગ-અલગ બ્રોકેડથી બનેલા બ્લાઉઝ અભિનેત્રીના લુકમાં વધારો કરી રહ્યા છે.
ચાહકોના દિલ જીતી લીધા
આલિયાના સુંદર લુકની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. સાડીથી લઈને અભિનેત્રીની જ્વેલરી સુધી બધું જ અદ્ભુત લાગે છે. આલિયાનો આ લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે.
Trending Photos