ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ મોટી જાહેરાત, જાણો શિક્ષણ વિભાગનો શું છે સમગ્ર કાર્યક્રમ?

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લાફેર બદલીના ઓફલાઈન કેમ્પનો બીજો તબક્કો યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ફેરબદલી અને વધઘટમાં ખાલી પડતી શિક્ષકોની જગ્યા પર જ્ઞાન સહાયકોની ભરતી કરવાની જાહેરાત કરાઈ છે. શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોની ભરતી માટે મંજૂરી આપી દીધી છે. શાળાઓમાં મંજૂર થયેલું મહેકમની ખાલી પડતી જગ્યા પર જ્ઞાનસહાયકની ભરતી કરવા મંજૂરી આપવામાં આવી છે.

1/5
image

વેઈટિંગ લિસ્ટમાં રહેલા શિક્ષકોને ખાલી રહેલી જગ્યામાં બદલીનો લાભ મળે તેના માટે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ જિલ્લાઓને ઉદ્દેશી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, ધોરણ.1થી 5માં 27ફેબ્રુઆરી અને ધોરણ.6થી 8માં 28મી ફેબ્રુઆરીના રોજ કેમ્પ યોજવાનો રહેશે. 

2/5
image

રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લાફેર બદલીનો કેમ્પ પૂર્ણ થયા બાદ પણ હજુ કેટલાક જિલ્લામાં જગ્યા ખાલી અને વેઈટિંગમાં શિક્ષકો હોવાની રજૂઆતો થઈ હતી. જેના કારણે ઓફલાઈન કેમ્પનો બીજો તબક્કો યોજવા અંગે નિયામક કચેરીએ વિભાગને પત્ર પાઠવતા મંજૂરી અપાઈ છે.  શિક્ષણ વિભાગના આ નિર્ણયથી લાંબા સમયથી બદલી માટે રાહ જોતા અને થોડા માટે વેઈટિંગમાં રહી ગયેલા શિક્ષકોને ફાયદો થશે. 

3/5
image

પ્રતિક્ષા યાદીમાં રહેલા ઉમેદવારોને ફેરબદલી કેમ્પના સ્થળ, સમય અને તારીખ અંગેની જાણ સમયસર કરવા માટે જણાવાયું છે. પ્રતિક્ષાયાદી મુજબ બોલાવવાના થતાં તમામ ઉમેદવારોને કેમ્પના બેથી ત્રણ દિવસ પહેલા જાણ થાય તે માટે પણ રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. 

છૂટા થયેલ જ્ઞાન સહાયકોને ખાલી જગ્યામાં નિમણૂક અપાશે

4/5
image

આ ઉપરાંત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના વધ-ઘટ, આંતરિક અને જિલ્લાફેર બદલી કેમ્પના કારણે શિક્ષકો હાજર થવાની રાજ્યના ઘણા જિલ્લાઓમાં જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવ્યાં છે. બીજી તરફ બદલીથી અન્ય શાળામાં ગયેલા શિક્ષકોના કારણે મુળ શાળાઓમાં જગ્યાઓ પણ ખાલી પડી છે. જેથી આ પ્રકારે છૂટા થયેલા જ્ઞાન સહાયકને જે-તે જિલ્લામાં ખાલી પડેલી જગ્યામાં નિમણૂક આપવામાં આવશે. આ મુદ્દે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ તમામ જિલ્લાના ડીઈઓ-ડીપીઈઓ અને શાસનાધિકારીને પરિપત્ર દ્વારા સૂચના પણ આપી છે.

5/5
image

બીજી તરફ ઉમેદવારોમાં એવી માગ થઈ રહી છે કે, જ્ઞાન સહાયકની સેન્ટ્રલાઇઝડ ભરતીમા મોટી સંખ્યામાં શાળાઓ અને વિદ્યાર્થીઓ શિક્ષકથી વંચિત રહેશે. કારણ કે, ઘણા ઉમેદવારો હાજર થતાં નથી અને હાજર થયા બાદ પણ છુટા થઈ જાય છે. આથી સેન્ટ્રલાઇઝડના અમુક તબક્કા બાદ જિલ્લામાં સત્તા સોંપવી જોઈએ.