અરમાનના લગ્નમાં સેલિબ્રિટી જોડીઓએ ખેંચ્યું બધાનું ધ્યાન

બોલિવૂડમાં જ્યારે પણ કોઈ સેલેબ્રિટીની રિલેશનશીપ ચર્ચામાં આવે ત્યારે લોકો તેમની લગ્નની તારીખ જાણવા માટે તલપાપડ થઈ જાય છે. હાલમાં સ્ટાર કપલ અરમાન જૈન (Armaan Jain) અને અનીશા મલ્હોત્રા (Anissa Malhotra)ના લગ્ન પછી ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડના અનેક સેલિબ્રિટી કપલે હાજરી આપી હતી. આ સેલિબ્રિટી કપલ્સની કેમિસ્ટ્રી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ હતી. 

નવી દિલ્હી : બોલિવૂડમાં જ્યારે પણ કોઈ સેલેબ્રિટીની રિલેશનશીપ ચર્ચામાં આવે ત્યારે લોકો તેમની લગ્નની તારીખ જાણવા માટે તલપાપડ થઈ જાય છે. હાલમાં સ્ટાર કપલ અરમાન જૈન (Armaan Jain) અને અનીશા મલ્હોત્રા (Anissa Malhotra)ના લગ્ન પછી ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં બોલિવૂડના અનેક સેલિબ્રિટી કપલે હાજરી આપી હતી. આ સેલિબ્રિટી કપલ્સની કેમિસ્ટ્રી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ સાબિત થઈ હતી. 

1/6
image

પોતાના રિસેપ્શનમાં અરમાન અને અનીશાની જોડીનો અંદાજ અનોખો હતો. 

2/6
image

આ રિસેપ્શનમાં મલાઇકા અને અર્જુન કપૂરે બહુ ખુલ્લા દિલથી મીડિયાને પોઝ આપ્યા હતા. 

3/6
image

રણબીર કપૂર પણ પોતાની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથે ફરતો જોવા મળ્યો હતો. 

4/6
image

વરૂણ ધવન આ પાર્ટીમાં ગર્લફ્રેન્ડ નતાશા સાથે પહોંચ્યો હતો. આ જોડી પણ  જલ્દી લગ્ન કરવાની છે. 

5/6
image

અરમાન જૈનના નાના ભાઈની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ તારા સુતરિયા પાર્ટીમાં બધાના આકર્ષણનું કેન્દ્ર  બની હતી. આદાર જૈન અને તારા બહુ જલ્દી લગ્ન કરવાના હોવાની ચર્ચા છે. 

6/6
image

નવ પરિણીતી જોડી શ્લોકા અને આકાશ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ લાગતી હતી તમામ તસવીરો : YOGEN SHAH