ગુજરાત સહિત આ 12 જિલ્લાઓમાં વરસાદનું ભયાનક એલર્ટ; 20થી 30 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન!
Ambalal Patel Weather Forecast: ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ હવામાનમાં પલટો આવવા લાગ્યો છે. હવામાન વિભાગે યુપી અને બિહારમાં 6 ફેબ્રુઆરી માટે એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થયો છે આ મહિનામાં શિયાળો લગભગ વિદાય લેતો હોય છે. જોકે, ગુજરાતમાં અત્યારે ઠંડનો નવો રાઉન્ડ શરૂ થયો છે. થોડા દિવસની રાહત બાદ ઠંડીને ફરી જોર પકડ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ફરીથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
આ મહિનામાં ફરી એકવાર હવામાન બદલાઈ રહ્યું છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેની અસર ઘણા રાજ્યોમાં જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશમાં 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જ્યારે બિહારમાં પણ હવામાન વિભાગે આજે સાંજથી ઠંડા પવનની આગાહી કરી છે. આ ઉપરાંત અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જાણો આજે બંને રાજ્યોમાં કેવું રહેશે હવામાન.
રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં 14-15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાકમાં હજી પણ બે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની ધારણા હવામાન વિભાગે કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે કાતિલ ઠંડીનું મોજું ગુજરાતમાં ફરી વળ્યું છે ત્યારે મંગળવારે અમદાવાદમાં 17.4 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. જ્યારે ગાંધીનગરમાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જોકે, બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. અંબાલાલે કહ્યું કે પૂર્વી રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. તો ગુજરાતમાં સાબરકાંઠા, પંચમહાલ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 7 ફેબ્રુઆરી સુધી ઠંડીનો ચમકારો વધી શકે છે.
અંબાલાલ પટેલે જે રીતે કમોસમી વરસાદ અને માવઠા ની આગાહી કરી છે તે જોતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યો છે. જે જોતા ગમે ત્યારે વરસાદી માવઠું કે કરા પડે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. હાલ અંબાજી દાંત પંથકમાં મહત્તમ રાયડો અને ઘઉંનું વાવેતર મોટી માત્રામાં થયેલું છે. એટલું જ નહિ, ઘઉંની ઉંબીઓ પણ પૂર્ણતાની આરે પહોંચી છે. તો રાયડો પણ લચવા લાગ્યો છે ત્યારે આકાશમાં ઘેરાયેલા વાદળો જોઈ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો વાતાવરણમાં 2-4 ડિગ્રી ઘટશે. ફેબ્રુઆરી મહિનામાં લધુત્તમ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી છે.
ફેબ્રુઆરી માસમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો વાતાવરણમાં 2-4 ડિગ્રી ઘટશે. ફેબ્રુઆરી મહિનામાં લધુત્તમ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી છે.
યુપીમાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં ઉત્તર પ્રદેશમાં હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે. જો કે, આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ હળવાથી ગાઢ ધુમ્મસની શક્યતા છે. આગામી 5 દિવસમાં રાજ્યમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 6 ફેબ્રુઆરીએ ઘણા જિલ્લાઓમાં 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આગામી દિવસોમાં જે જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે તેમાં બાગપત, મેરઠ, સહારનપુર, શામલી, મુઝફ્ફરનગર, અમરોહા, મુરાદાબાદ, ગાઝિયાબાદ, બુલંદશહર, સંભલ, બિજનૌર અને રામપુરનો સમાવેશ થાય છે.
બિહારમાં 7 દિવસના વરસાદનું એલર્ટ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બિહારમાં ઠંડી છે. આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે. 6 ફેબ્રુઆરીએ પટના, મુઝફ્ફરપુર, ગયા અને દરભંગામાં ગાઢ ધુમ્મસ રહેશે. હવામાન વિભાગે બિહારના ઘણા જિલ્લાઓમાં 5 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
છેલ્લા 24 કલાકમાં બિહારના પટનામાં મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16.8 ડિગ્રી સેલ્સિયસ હતું. ગયામાં મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી સેલ્સિયસ હતું. તે જ સમયે, ભાગલપુરમાં મહત્તમ તાપમાન 28.3 અને લઘુત્તમ તાપમાન 14.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Trending Photos