અંબાલાલ પટેલની સૌથી ઘાતક આગાહી! ઉત્તરાયણથી માર્ચ વચ્ચે ગુજરાતમાં આવશે આ મહાખતરો!
Ambalal Patel Gujarat Weather Forecast: ગુજરાતમાં આગામી 3 દિવસ વાતાવરણમાં કોઈ મોટો ફરક નહીં પડે અને ઠંડીથી પણ રાહત નહીં મળે. 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડી સામાન્ય ઓછી થશે. નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કોલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કોલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં આ વખતે શિયાળામાં ઉષ્ણ તાપમાન 15 ડિગ્રી જેટલું ડિસેમ્બર-માર્ચ દરમિયાન રહેશે. જોકે 17 માર્ચ પછી તાપમાન વધશે જેમાં મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા છે. તો સાથે જ રાજકોટમાં તાપમાન 15 ડિગ્રી કરતા નીચું રહેવાની શક્યતા રહેશે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઇને ભારે આગાહીવ કરી છે. ડિસેમ્બર બાદ હવામાનમાં પલટો આવી શકે છે. તેમજ અરબી સમુદ્રમાં લોપ્રેશર ઉભુ થશે, જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યાતાઓ વધારે છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં અચાનક વધારો થયો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. તો હવામાન વિભાગ દ્વારા પણ તાર્તો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. ત્યારે જાણી લો આગામી દિવસમાં રાજ્યમાં કેવું તાપમાન રહેશે. રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે.
આગાહીકાર અંબાલાલ પટેલે 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ દિવસથી ઠંડીમાં વધારો જોવા મળ્યો છે. દિવસભર ઠંડા પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. હજુ પણ આગામી દિવસમાં ઠંડીમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કાતિલ ઠંડીની સાથે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.
ડિસેમ્બર મહિનામં બીજી વાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.
અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવોસમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલનું કહેવું છે કે, 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે તેમજ 16 થી 24 ડિસેમ્બર અરબ સાગરમાં સિસ્ટમ બનશે. જેને કારણે રાજ્યમાં કમોમસી વરસાદ વરસી શકે છે. ડિસેમ્બરના અંતમાં ભારે ઠંડી પડશે. 22 થી 31 સુધી કડકડતી ઠંડી પડશે. જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડશે.
છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે. આ વચ્ચે હવે ગુજરાતીઓને કપરા દિવસો કાઢવા પડશે. કારણ કે, હવામાન વિભાગની નવી આગાહી ટેન્શન અપાવનારી છે.
Trending Photos