વડોદરાના રામભક્તનો અનોખો પ્રયાસ; પિત્તળની તકતીઓ પર રામાયણના શ્લોકનું કર્યું કોતરકામ

ઝી બ્યુરો/વડોદરા: શહેરમાં રામભક્ત દ્વારા રામાયણની ગાથા લખેલ પિત્તળની તકતીઓને બનાવી અયોધ્યા ખાતે શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે. સંસ્કૃતિનું જતન થાય તે પ્રકારે પિત્તળની તકતીઓમાં રામાયણના શ્લોકનું કોતરકામ સહિત તમામ શ્લોકોનું વર્ણન પણ હિન્દી તેમજ અંગ્રેજીમાં ભાષામાં કોતર કામ કરીને કરવામાં આવ્યું છે. 

1/5
image

વડોદરા શહેરના માલધારી સમાજ પટેલ સમાજ સહિત અનેક અગ્રણીઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલ વર્ગ થી જોડાયેલા લોકો રામ ભક્તો દ્વારા 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં શ્રીરામને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુરોધ સમગ્ર દેશમાંથી કોઈકને કોઈક ભેટ સોગાત આપવામાં આવી છે ત્યારે વડોદરા શહેરમાં 108 ફૂટ લાંબી માલધારી સમાજ તરફથી અગરબત્તી,તેમજ અગ્રણી દ્વારા 1100 કિલોનો દીવો વડોદરાથી અયોધ્યા ખાતે લઈ જવામાં આવશે ત્યારે વડોદરા શહેરના ઔદ્યોગિક બરોડા મેટલ લેબલ વર્કના ઓનર દ્વારા અયોધ્યા મંદિર ખાતે સોગાત આપવાનો સપનું હતું ત્યારે આ સપનું પૂર્ણ થયું છે અને તેમણે પિત્તળની રામાયણની ગાથા લખેલી તકતીઓ બનાવવામાં આવી છે.શુભ મુહર્ત અયોધ્યા ખાતે લગાવવામાં આવશે.

2/5
image

પિત્તળ તકતીઓને વાત કરવામાં આવે તો તકતીઓની સાઈઝ 43.54 ઇચ અને 6 એમ એમ જાડી તેમજ બીજી તખ્તી 15.36 ઇંચ બાય 6 એમ એમ જાડી એવી રીતે કુલ 8 તખ્તી બનાવવામાં આવી છે.કંપની માલિક ચિન્ટુ કારેલીયાએ ઝી 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના અગાઉ 3 ડ્રીમ પ્રોજેક્ટ સાથે હું જોડાયેલો છું ત્યારે મારી પણ ઈચ્છા હતી કે હું પણ શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા માં મારો સહયોગ આપુ.ત્યારે  ભગવાન શ્રી રામે જ મારી વિનતી સંભાળી અને અયોધ્યામાં લગાવવામાં આવેલ પિત્તળની તકતીઓ બનાવવાનું કામ મને સોંપવામાં આવ્યું. ત્યારે આ કામ મળતા હું મારો પરિવાર તેમજ મારા તમામ વર્કર્સ ભગવાન શ્રીરામ નો આભાર માનીએ છીએ

3/5
image

પિત્તળની તકતીઓમાં ખાસ કરીને રામાયણ ગ્રંથના શ્લોકોનો કોતર કામ કરવામાં આવ્યું છે જે પ્રકારે પહેલાના જમાનામાં પથ્થર પર કોતર કામ કરીને તમામ ગ્રંથોનો કાવ્યનો લખાણ કરવામાં આવતું હતું ત્યારે તે સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને સંસ્કૃતિની પરંપરા જળવાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા મુજબ અર્થ આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરે બ્રાસ ઉપર રામાયણ ગ્રંથ જેવા વૈદિક ગ્રંથોનો શ્લોકનું કોતર કામ કરી તૈયાર કરવામાં આવ્યું છે.

4/5
image

અયોધ્યા મંદિર ખાતે આ તકતીઓને શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે સાથે જ અયોધ્યા દર્શન આવનાર યુવા પેઢીને પણ રામાયણ ગ્રંથની તકતીઓમાં લખેલા શ્લોકનું વર્ણન યુવા પેઢીમાં સારો સંદેશ આપશે. 

5/5
image