જાન્યુઆરીમાં ત્રાટકશે વાવાઝોડું, આ દિવસે કરા સાથે વરસાદની છે આગાહી
IMD Weather Alert : ઉત્તરાયણ બગડશે કે નહિ તે તો આગામી સમય બતાવશે. પરંતુ જાન્યુઆરી મહિનામાં વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. દક્ષિણ ભારતના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકશે, જેની અસર ગુજરાતમાં થશે કે નહિ તે હાલ કહેવુ મુશ્કેલ છે. પરંતુ આવી રહેલા વાવાઝોડાની શું છે સ્થિતિ તે અંગે હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપ્યાં છે.
આવતીકાલ 10 જાન્યુઆરીથી આવશે પલટો
આવતીકાલ 10 જાન્યુઆરીથી આવશે પલટો 10 જાન્યુઆરીથી સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 જાન્યુઆરી સુધી દેશના 10 રાજ્યોમાં હળવા, મધ્યમ અને ભારે વરસાદનું એલર્ટ રહેશે. 20 રાજ્યોમાં કેટલીક જગ્યાએ ધુમ્મસ અને કેટલીક જગ્યાએ શીત લહેર રહેશે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.
આવી રહ્યું છે વાવાઝોડું
10 અને 12 જાન્યુઆરીની વચ્ચે તાજી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાટ બનાવે છે. જેના કારણે ઉત્તર-પૂર્વ આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. વિષુવ વૃત્તીય હિંદ મહાસાગર, બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં અને નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે. ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસ અન્ય ચક્રવાતનું પરિભ્રમણ પણ રચાયું છે. તાજા હવામાનની અસરને કારણે આસામમાં 12 જાન્યુઆરી સુધી છૂટાછવાયા કરા પડી શકે છે. પશ્ચિમ ભારતમાં હળવા, મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.
ક્યાં ક્યાં અસર થશે
હિમાલયના પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં પવન સાથે વરસાદની અપેક્ષા છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશમાં 12 જાન્યુઆરી સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ છે. 11 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વાદળો છવાઈ શકે છે. ઉત્તરાખંડમાં 11 અને 12 જાન્યુઆરીએ કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગે તામિલનાડુ, પુડુચેરી, કેરળ, માહે, કરાઈકલમાં 11 અને 12 જાન્યુઆરીએ વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. IMDના એલર્ટ મુજબ, આજે હિમાચલ પ્રદેશ અને પંજાબમાં કોલ્ડ વેવની આશંકા છે. રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ 10 અને 11 જાન્યુઆરીએ શીત લહેરથી પ્રભાવિત થશે.
ગુજરાત માટે શું છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.
Trending Photos