આ ક્રેડિટ કાર્ડ પર મળે છે અનેક ફાયદા, રેલ ટિકિટ બુકિંગથી લઈને પેટ્રોલ પંપ પર મળશે મોટું ડિસ્કાઉન્ટ

IRCTC Railway Tickets: યોગ્ય ક્રેડિટ કાર્ડ પસંદ કરવાથી તમારી ટ્રેનની મુસાફરી સસ્તી અને સુવિધાજનક બની શકે છે. જો કે, કોઈપણ કાર્ડનો ઉપયોગ કરતા પહેલા તેના ફાયદા અને લિમિટ વિશે જાણવું જરૂરી છે. 
 

1/5
image

જો તમે તમારી રજાઓનું પ્લાનિંગ ટ્રેન મુસાફરી દ્વારા કરી રહ્યા છો, તો એક વિશેષ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડ તમારી બચતને અનેક ગણી વધારી શકે છે. આ ક્રેડિટ કાર્ડથી ટિકિટ બુક કરાવવા પર તમને કેશબેક, રેલવે લાઉન્જ એક્સેસ અને રિવોર્ડ પોઈન્ટ જેવા ઘણા ફાયદા મળશે.

2/5
image

SBIનું આ કાર્ડ રેલવે મુસાફરો માટે ખૂબ જ ખાસ છે. આ ક્રેડિટ કાર્ડ વડે IRCTC ટિકિટ બુકિંગ પર 1.8% ટ્રાન્ઝેક્શન ફી માફ કરવામાં આવે છે. આ સિવાય AC 1, AC 2, AC 3 અને ચેર કાર બુકિંગ પર રિવોર્ડ પોઈન્ટના રૂપમાં 10% વેલ્યુ બેક ઉપલબ્ધ છે. આ ઉપરાંત પસંદગીના સ્ટેશનો પર ફ્રી રેલવે લાઉન્જની સુવિધા પણ ઉપલબ્ધ છે. તેમજ અન્ય ટ્રાન્ઝેક્શન પર પણ SBI રિવોર્ડ્સ પોઈન્ટ ઉપલબ્ધ છે.

3/5
image

HDFC ભારત કેશબેક ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને IRCTC ટ્રેન ટિકિટ બુકિંગ, પેટ્રોલ પંપ પર ટ્રાન્ઝેક્શન અને યૂટિલિટી પેમેન્ટ્સ પર 5% ઈન્સ્ટેન્ટ કેશબેક ઓફર કરે છે. આ સાથે તે તમામ પેટ્રોલ પંપ પર 1% પેટ્રોલ સરચાર્જ ડિસ્કાઉન્ટ અને સરળ EMI વિકલ્પ પણ ઓફર કરે છે. 

4/5
image

એર ઈન્ડિયા SBI સિગ્નેચર ક્રેડિટ કાર્ડ માત્ર ઘરેલુ મુસાફરીને સસ્તું બનાવે છે એટલું જ નહીં પણ લાઉન્જ એક્સેસ અને રિવોર્ડ પોઈન્ટ્સ જેવા પ્રીમિયમ લાભો પણ આપે છે. જો તમે વારંવાર હવાઈ મુસાફરી કરો છો તો એર ઈન્ડિયા SBI સિગ્નેચર ક્રેડિટ કાર્ડ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

5/5
image

આ ક્રેડિટ કાર્ડ IRCTC ટિકિટ બુકિંગ પર 500 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે રેલવે અને એરપોર્ટ લાઉન્જની સુવિધા મફત આપે છે. આ ઉપરાંત આ કાર્ડ દ્વારા કરવામાં આવેલા દરેક ટ્રાન્ઝેક્શન પર 4X રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ છે અને પેટ્રોલ પંપ પર ટ્રાન્ઝેક્શન પર 3% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.