Expert opinion: દેશી ઉપાયો! વર્ષો સુધી ડ્રમમાં ભરેલા ઘઉં નહીં બગડે, સ્ટોર કરતાં પહેલાં કરી લેજો આ ઉપાયો

Insect infestation: આધુનિક યુગમાં આવા ઘણા મશીનો આવી ગયા છે, જે ખેતરમાં જ કચરો અને અનાજને તરત જ અલગ કરી દે છે. અનાજમાં  ભેજ હોય ત્યારે ખેડૂત અનાજને બોરીઓમાં ભરીને ઘરે લઈ જાય છે, જે થોડા સમય પછી કાં તો સડવા લાગે છે.

Expert opinion: દેશી ઉપાયો! વર્ષો સુધી ડ્રમમાં ભરેલા ઘઉં નહીં બગડે, સ્ટોર કરતાં પહેલાં કરી લેજો આ ઉપાયો

Home remedies: જેમ આપણે બધા જાણીએ છીએ કે ઘઉંની લણણી થઈ ગઈ છે. હવે આવી સ્થિતિમાં દરેક ખેડૂતને એક જ ચિંતા છે કે તે પોતાના ઘરમાં ઘઉંને લાંબા સમય સુધી કેવી રીતે સુરક્ષિત રાખી શકે. જો આપણે થોડા વર્ષો પહેલાંની વાત કરીએ તો આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ હતી. હાથથી કાપણી અને બળદ દ્વારા થ્રેસીંગ એકંદરે, આ પ્રક્રિયામાં વધુ દિવસો લાગતા અને ખેતરમાં અનાજ સંપૂર્ણપણે સુકાઈ ગયા બાદ ઘરે આવતું હતું.

પરંતુ આધુનિક યુગમાં આવાં ઘણાં મશીનો આવી ગયાં છે, જે ખેતરમાં જ કચરો અને અનાજને તુરંત જ અલગ કરી દે છે.  ચાલો જાણીએ કે આવા વાતાવરણમાં આપણે આપણા અનાજને કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ, શું કહે છે નિષ્ણાતો…

ઘઉંને સુરક્ષિત રાખવા માટે રાસાયણિક ઉપાયો…
- ખાદ્ય પદાર્થોને રાસાયણિક દ્રાવણથી દૂર રાખવું જોઈએ, પરંતુ કેટલાક સંજોગોમાં આ ઉકેલ ખૂબ જ જરૂરી છે.

- એથિલિન ડાઈબ્રોમાઇડ જેને EDB તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કાપડમાં લપેટાયેલું આવે છે. ડ્રમમાં એક ક્વિન્ટલ અનાજ ભરી દીધા બાદ તેને તોડીને ડ્રમમાં નાખ્યા બાદ ઉપરથી અનાજ ભરવામાં આવે છે.

- આ રીતે જો ડ્રમ મોટો હોય તો તેને એક એક ક્વિન્ટલ ભરતા જાઓ અને ઈડીબીને ઉમેરતા જાઓ.

- અનાજને લાંબા સમય સુધી સાચવવા માટે ઘરેલું ઉપચાર ખૂબ જ સફળ અને ઉત્તમ છે. ઉદાહરણ તરીકે - સૂકા લીમડાના પાનને ખૂબ સારી રીતે ભેળવીને ઘઉં સાથે મિક્સ કરીને ડ્રમમાં રાખો. આ ઘઉંને લાંબા સમય સુધી સુરક્ષિત રાખશે.

- લસણ આપણા બધા ઘરોમાં ઉપલબ્ધ છે, તેને છોલીને ઘઉંમાં પણ ઉમેરી શકાય છે. આ ઘઉંને ઝડપથી બગડતા અને જંતુઓથી પ્રભાવિત થતા અટકાવે છે.

સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારી
New Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે! 
 
આપણે હંમેશા અનાજને યોગ્ય રીતે સૂકવવું જોઈએ અને ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યાં આપણે આપણા અનાજને લાંબા સમય સુધી રાખીએ છીએ તે જમીન ભેજવાળી ન હોવી જોઈએ અને સમયાંતરે અનાજને તપાસતા રહેવું જોઈએ, જો કોઈ સમસ્યા જણાય તો તેને તરત તેને સૂકવવા માટે મૂકી દેવું જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news