Hair Care Tips: રફ અને ડ્રાય થયેલા વાળ એકવારમાં થશે સિલ્કી સોફ્ટ, ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક હેર માસ્ક
Hair Care Tips: આજે તમને એવા ચાર હેર માસ્ક વિશે જણાવીએ જેની મદદથી વાળની ડ્રાયનેસ દૂર થાય છે. આ હેર માસ્કનો એકવાર ઉપયોગ કરશો ત્યાં જ તમને રીઝલ્ટ દેખાવા લાગશે.
Trending Photos
Hair Care Tips: વાતાવરણમાં ફેરફાર અને કેમિકલ યુક્ત પ્રોડક્ટના ઉપયોગના કારણે ધીરે ધીરે વાળ ડર અને ડેમેજ થઈ જાય છે. વાળમાંથી મોઈશ્ચર ગાયબ થઈ જાય તો વાળ રફ અને ડ્રાય દેખાવા લાગે છે. આ રીતે ડ્રાય અને રફ થયેલા વાળને અંદરથી પોષણ મળે તે ખૂબ જ જરૂરી થઈ જાય છે. વાળની ડ્રાયનેસ અને ફ્રીઝીનેસને એકવારમાં જ દૂર કરવી હોય તો કેટલાક હેર માસ્ક તમને મદદ કરી શકે છે. આજે તમને એવા ચાર હેર માસ્ક વિશે જણાવીએ જેની મદદથી વાળની ડ્રાયનેસ દૂર થાય છે. આ હેર માસ્કનો એકવાર ઉપયોગ કરશો ત્યાં જ તમને રીઝલ્ટ દેખાવા લાગશે.
વાળની ડ્રાયનેસ દુર કરતાં હેર માસ્ક
આ પણ વાંચો:
દહીંનું હેર માસ્ક
તેના માટે એક વાટકીમાં એક મોટી ચમચી દહીં લઈ તેમાં મધ મિક્સ કરો. આ બંને વસ્તુને વાળમાં લગાડતા પહેલા વાળને ભીના કરો અને પછી 45 મિનિટ સુધી આ પેસ્ટને વાળમાં લગાડો.
ઈંડા નું હેર માસ્ક
ડ્રાયનેસ ને દૂર કરવા માટે એક બાઉલમાં એક ઈંડું લેવું અને તેમાં અડધા લીંબુનો રસ ઉમેરો તેને સારી રીતે મિક્સ કરીને વાળમાં આ પેસ્ટને 40 મિનિટ સુધી લગાડી રાખો. ત્યાર પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લેવા.
કેળાનું હેર માસ્ક
વાળને સિલ્કી અને સોફ્ટ બનાવવા માટે એક પાકા કેળાને સારી રીતે મેશ કરીને પેસ્ટ બનાવો. તેમાં એક ચમચી દહીં અને એક ચમચી મધ ઉમેરો. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી વાળમાં 20 થી 25 મિનિટ સુધી લગાડી રાખો.
આ પણ વાંચો:
એલોવેરા હેર માસ્ક
એલોવેરા હેર માસ્ક બનાવવા માટે એલોવેરા જેલને જરૂર અનુસાર બાઉલમાં લઈ તેમાં ચારથી પાંચ ચમચી બટેટા નો રસ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાડી 30 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી વાળને સાફ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે