White Hair: સફેદ વાળને કાળા કરી દેશે ડુંગળીની છાલ, જાણી લો ઉપયોગ કરવાની સરળ રીત

White Hair: સફેદ થતાં વાળને મૂળથી કાળા કરવા હોય તો ડુંગળીની છાલ ઉપયોગી સાબિત થાય છે. ડુંગળીની છાલમાં ઘણા પોષક તત્વ હોય છે જે વાળને કાળા કરે છે અને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. ડુંગળીની છાલ વાળ પર ચમત્કારી અસર કરે છે. તેના માટે જરૂરી છે કે તમે તેનો ઉપયોગ સાચી રીતે કરો. 

White Hair: સફેદ વાળને કાળા કરી દેશે ડુંગળીની છાલ, જાણી લો ઉપયોગ કરવાની સરળ રીત

White Hair: વર્ષો પહેલા માથામાં સફેદ વાળ વૃદ્ધાવસ્થામાં આવતા હતા. પરંતુ હવે કોલેજ જવાની ઉંમરમાં પણ યુવક યુવતીઓના માથાના વાળ સફેદ થવા લાગે છે. માથાના વાળ નાની ઉંમરમાં સફેદ થવાના કારણ અલગ અલગ હોઈ શકે છે. જેમકે પોષણની ખામી, ખોટી લાઈફ સ્ટાઈલ, કેમિકલ યુક્ત ટ્રીટમેન્ટ, પ્રદૂષણ વગેરે. કોઈપણ કારણસર વાળ સફેદ થવા લાગ્યા હોય તો તેને કાળા કરવા માટે નેચરલ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. 

જેમ કે સફેદ થતાં વાળને મૂળથી કાળા કરવા હોય તો ડુંગળીની છાલ ઉપયોગી સાબિત થાય છે. ડુંગળીની છાલમાં ઘણા પોષક તત્વ હોય છે જે વાળને કાળા કરે છે અને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. ડુંગળીની છાલ વાળ પર ચમત્કારી અસર કરે છે. તેના માટે જરૂરી છે કે તમે તેનો ઉપયોગ સાચી રીતે કરો. જો તમે આ રીતે ડુંગળીની છાલનો ઉપયોગ કરશો તો સફેદ વાળ કોઈ પણ પ્રકારના કલર વિના પણ કાળા થઈ જશે. 

વાળને કાળા કરવા માટે ડુંગળીની છાલ નો ઉપયોગ કરવો હોય તો આ રીતે કરવો. સૌથી પહેલા એક વાસણમાં બે કપ પાણી લેવું. તેમાં ડુંગળી ની છાલ ઉમેરી મધ્યમ તાપે ઉકાળવું. પાણી અડધું થઈ જાય પછી તેને ગાળી લેવું. ડુંગળીની છાલનું પાણી ઠંડુ થઈ જાય પછી તેને વાળમાં સારી રીતે લગાડવું. 30 મિનિટ આ પાણીને વાળમાં રહેવા દેવું અને પછી વાળને સાદા પાણીથી ધોઈ લેવા. આ પ્રક્રિયાને અઠવાડિયામાં બે થી ત્રણ વખત રિપીટ કરવી. 

ડુંગળીની છાલનું પાણી ઉપયોગમાં ન લેવું હોય તો નાળિયેર તેલ સાથે પણ ડુંગળીનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે નાળિયેર તેલને ગરમ કરી તેમાં ડુંગળીની છાલ ઉમેરી દેવી. નાળિયેરના તેલનો રંગ બદલી જાય ત્યારે ગેસ બંધ કરી દેવો અને તેલને ઠંડુ કરી લેવું. ઠંડા કરેલા તેલને વાળના મૂળમાં સારી રીતે લગાડો. અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ તેલ વાળમાં લગાડવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news