Cleaning Hacks: રસોડાની ચીમનીને સરળતાથી સાફ કરવા ફોલો કરો આ સ્ટેપ્સ, 15 મિનિટમાં નીકળી જશે ચીકાશ

Cleaning Hacks: તેલથી ચીકણી થયેલી ચીમનીની સફાઈ કરવી માથાનો દુખાવો લાગે છે. પરંતુ હવે તમને ચીમની સાફ કરવી મુશ્કેલ નહીં લાગે. આજે તમને રસોડાની ચીમનીને સરળતાથી ક્લીન કરવાના ઉપાય જણાવીએ. 

Cleaning Hacks: રસોડાની ચીમનીને સરળતાથી સાફ કરવા ફોલો કરો આ સ્ટેપ્સ, 15 મિનિટમાં નીકળી જશે ચીકાશ

Cleaning Hacks: ચીમની રસોડાનું મુખ્ય યંત્ર છે. દરેક ઘરના રસોડામાં ચીમની જોવા મળે છે. રસોઈ બનાવતી વખતે ચીમનીનો ઉપયોગ કરવાથી ધુમાડો અને તેલના કારણે રસોડું ખરાબ થતું નથી. પરંતુ ચીમનીમાં તેલ અને ધૂળના કણ જામી જાય છે. જો સમય અંતરે ચીમનીને સાફ કરવામાં ન આવે તો તેની કાર્યક્ષમતા ઘટી જાય છે. પરંતુ ચીમની સાફ કરવી કલાકોનું કામ હોય છે. તેલથી ચીકણી થયેલી ચીમનીની સફાઈ કરવી માથાનો દુખાવો લાગે છે. પરંતુ હવે તમને ચીમની સાફ કરવી મુશ્કેલ નહીં લાગે. આજે તમને રસોડાની ચીમનીને સરળતાથી ક્લીન કરવાના ઉપાય જણાવીએ. 

રસોડાની ચીમનીની સફાઈ કેવી રીતે કરવી ? 

- ચીમની સફાઈ શરૂ કરો તે પહેલા જ ચીમનીની પાવર સ્વીચ ઓફ કરી દો. ત્યાર પછી હાથમાં ગ્લવ્સ પહેરો અને આંખને સુરક્ષિત રાખવા માટે ચશ્મા પણ પહેરો. 

- ચીમની સફાઈ કરવા માટે સૌથી પહેલા તેના પાર્ટ્સને અલગ કરો. જેમકે ફિલ્ટર, ગ્રીલ અને બાકીના ભાગ જે અલગ થઈ શકતા હોય તેને અલગ અલગ કરો. 

- ફિલ્ટર ચીમનીનો સૌથી મહત્વનો ભાગ હોય છે અને તેમાં ગંદકી પણ સૌથી વધુ હોય છે. તેથી તેને સાફ કરવા માટે પાણીને બરાબર ગરમ કરો અને તેમાં ડિટર્જન્ટ પાવડર ઉમેરીને ફિલ્ટરને પલાળી દો. 15 થી 20 મિનિટ માટે તેને પલાળશો એટલે તેની ગંદકી અને તેલ નીકળવા લાગશે ત્યાર પછી બ્રશનો ઉપયોગ કરીને ફિલ્ટરને સાફ કરી લો. 

- ચીમનીની ગ્રીલ અને અન્ય ભાગને પણ ગરમ પાણી અને ડિટર્જન્ટના મિશ્રણથી સાફ કરો. તેના માટે સ્પ્રે બોટલમાં આ મિશ્રણને ભરીને ચીમનીની ગ્રીલ પર છાંટી શકો છો ત્યાર પછી પ્રશ્ન ઉપયોગ કરશો તો તેમની સારી રીતે સાફ થઈ જશે. 

- ચીમની અંદરના ભાગમાં પણ તેલ જામી જાય છે તેને સાફ કરવા માટે માઈલ્ડ ડિટર્જન્ટ અને ગરમ પાણીનું મિશ્રણ તૈયાર કરો. ત્યાર પછી એક એક કપડાને આ મિશ્રણમાં પલાળી ચીમનીને અંદરથી સાફ કરો. ચીમનીની અંદર ગંદકી વધારે હોય તો બેકિંગ સોડા અને પાણીની પેસ્ટ બનાવી અંદર લગાવી દો. 10 થી 15 મિનિટ પછી જેમની સાફ કરશો તો એકદમ સાફ થઈ જશે. 

- ચીમનીના બધા પાર્ટ્સને સારી રીતે ધોયા પછી તડકામાં સુકવી લેવા. તેને બરાબર સુકવ્યા પછી ચીમનીમાં ફરીથી ફીટ કરી દો. આ સ્ટેપ્સ ફોલો કરશો તો ચીમની સફાઈ ઝડપથી અને સારી રીતે થઈ જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news