Triphala Powder: સવારે ખાલી પેટ પાણીમાં મિક્સ કરી પી લેવો આ આયુર્વેદિક પાવડર, સ્કીન રહેશે હેલ્ધી અને યંગ

Triphala Powder: આજે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવીએ જેનું સેવન નિયમિત કરવાની શરૂઆત કરશો તો ત્વચા સંબંધિત સમસ્યા પણ નહીં થાય અને ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. 

Triphala Powder: સવારે ખાલી પેટ પાણીમાં મિક્સ કરી પી લેવો આ આયુર્વેદિક પાવડર, સ્કીન રહેશે હેલ્ધી અને યંગ

Triphala Powder: વાતાવરણમાં ફેરફાર થાય એટલે સ્વાસ્થ્યની સાથે ત્વચા અને વાળનું ધ્યાન પણ રાખવું પડે છે. કારણ કે બદલતા વાતાવરણની અસર વાળ અને સ્કીનને પણ થાય છે. જો આ વાતનું ધ્યાન રાખવામાં આવે તો વાતાવરણના કારણે ત્વચાને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. ખાસ કરીને ઠંડીની ઋતુ શરૂ થાય એટલે ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જતી હોય છે. કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ત્વચા સંબંધિત સમસ્યાઓ થતી નથી અને ત્વચાની સુંદરતા જળવાઈ રહે છે. આજે તમને એક એવી જ વસ્તુ વિશે જણાવીએ જેનું સેવન નિયમિત કરવાની શરૂઆત કરશો તો ત્વચા સંબંધિત સમસ્યા પણ નહીં થાય અને ત્વચાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. 

ડ્રાય સ્કીન, પીમ્પલ સહિતની સ્કિન સંબંધિત સમસ્યાઓથી બચવું હોય અને ત્વચાને સુંદર બનાવવી હોય તો આયુર્વેદમાં એક ઔષધી વિશે જણાવવામાં આવ્યું છે. આ આયુર્વેદિક વસ્તુનું સેવન જો કરી લેવામાં આવે તો ત્વચાની સમસ્યા દૂર થઈ જાય છે અને ત્વચાની સુંદરતા વધી જાય છે.

ત્રિફળાથી ત્વચાને થતા ફાયદા 

અલગ અલગ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ત્રિફળા નું સેવન કરવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી ત્રિફળા ત્વચા ને સુધારવાનું કામ પણ કરે છે. ત્રિફળા ત્રણ અલગ અલગ વસ્તુના મિશ્રણથી બનેલું હોય છે. આ વસ્તુઓ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્રિફળામાં રહેલા આમળા, હરડે અને બહેડા જડીબુટી છે. 

આમળા હરડે અને બહેડાને સુકાવીને તેનો પાવડર કરી ત્રિફળા બનાવવામાં આવે છે. આ વસ્તુઓ વિટામીન સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ ત્રણેય વસ્તુનું સેવન કરવામાં આવે તો ત્વચાની સુંદરતા અંદર અને બહારથી વધે છે. ત્રિફળાનું સેવન કરવાથી ત્વચા સ્વસ્થ ક્લીયર અને પ્રોબ્લેમ ફ્રી બને છે. 

કેવી રીતે કરવું ત્રિફળાનું સેવન?

ત્રિફળાનું સેવન સવારે ખાલી પેટ કરવું જોઈએ. એક ગ્લાસ પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂર્ણ મિક્સ કરો. ત્યાર પછી આ પાણીને પી જવું. ત્રિફળા રાત્રે પાણીમાં પલાળીને પણ તેનું સેવન કરી શકાય છે. 

ત્રિફળા નું પાણી રોજ સવારે પીવાથી શરીરની અંદર રહેલી ગંદકી નીકળી જાય છે. જેના કારણે ફક્ત ચહેરાની જ નહીં પરંતુ શરીરને ત્વચાનો રંગ નીકળે છે. ત્રિફળા ચૂર્ણ બોડી ડિટોક્ષ કરે છે અને સાથે જ સ્કીન પણ ડિટોક્ષ થઈ જાય છે. ત્રીફળાનું સેવન કરવાની શરૂઆત કરશો એટલે ત્વચા પર ચમક દેખાવા લાગશે. ત્રિફળા નું પાણી પીવાથી સ્કીનની અંદર રહેલા બેક્ટેરિયા મરી જાય છે જેના કારણે પીમ્પલની સમસ્યા થતી નથી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news