ઓ બાપ રે! New Year માં બિરયાની અને પિઝ્ઝાના આટલા ઓર્ડર, આંકડો જોઇને તમે ચોંકી જશો
Online orders on New Year : ન્યૂ યરના દિવસે અનેક લોકોએ ઓનલાઈન ફૂડ મંગાવ્યં, પરંતું લોકોએ ઘરે બેસીને કયા ફૂડની સૌથી વધુ જ્યાફત માણી તે જાણીને તમે પણ ચોંકી જશો
Trending Photos
Swiggy Order: નવા વર્ષની ઉજવણી લોકો અલગ-અલગ રીતે કરતા હોય છે. કેટલાક લોકો ઘરમાં રહીને તો, કેટલાક લોકો ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરે છે. પરંતુ તમે બહાર હોય કે, ઘરમાં હાલના સમયમાં ઓનલાઇન ફૂડ ઓર્ડરનું ચલણ ઘણું વધ્યું છે. આ વખતે ન્યૂ યરના દિવસે ઓનલાઇન ફૂડ ડિલીવરી વેબસાઇટ સ્વિગીનો ડેટા સામે આવ્યો છે. જે જાણીને તમે પણ ચોંકી જશો.
2.5 લાખથી વધુ પિઝ્ઝાના ઑર્ડર હતા
ઑનલાઇન ફૂડનું ચલણ વધ્યું આજકાલ ચલણ વધ્યું છે. પરંતું એક જ દિવસમાં 3.50 લાખ બિરયાનીના ઓર્ડર આવવાથી સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પણ ચોંકી ગઈ હતી. તો સાથે જ પિઝ્ઝાના ઓર્ડર પણ ઓછા ન હતા. 2.5 લાખથી વધુ પિઝ્ઝાના ઑર્ડર ન્યૂ યર પર નોઁધાયા હતા. નવા વર્ષે હૈદરાબાદના એક રેસ્ટૉરામાં 15 ટન બિરયાની બની હતી.
આ પણ વાંચો :
માત્ર એક રેસ્ટોરન્ટે 15 ટન બિરયાની બનાવી
તમને જાણીને આશ્ચર્ય થશે કે, નવા વર્ષની સાંજે એટલે કે 1 જાન્યુઆરીએ 3.50 લાખ બિરયાનીના ઓર્ડર અને 2.5 લાખથી વધુ પિઝ્ઝાના ઓર્ડર ડિલીવર થયા છે. ન્યૂઝ એજન્સીના સૂત્રો દ્વારા આ આંકડો સામે આવ્યો છે. હૈદારાબાદના એક ફેમસ રેસ્ટૉરાએ ગ્રાહકની ડિમાન્ડને ધ્યાનમાં રાખી 15 ટન બિરયાની બનાવી હતી.. તેની સામે પિત્ઝાની ડિમાન્ડ પણ એટલી જ રહી હતી. કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, 2.5 લાખથી વધુ પિઝ્ઝાના ઓર્ડર ડિલીવર કર્યા છે.
સ્વીગીનો ડેટા હેરાન કરી દેશે
જો ઘરમાં પ્રસંગ હોય કે તહેવાર હોય તો આજકાલ કોઈ ઘરમાં ભોજન બનાવવાની ઝંઝટ કરતુ નથી. આવામાં લોકોને સૌથી પહેલા ઓનલાઈન ફૂડ ડિલીવરી મંગાવવાનું યાદ આવે છે. તમને જાણીને આશ્યર્ય થશે કે નવા વર્ષની સાંજે સ્વીગીએ 3.50 લાખ બિરયાની, 2.5 લાખથી વધુ પિઝ્ઝા ડિલીવર કર્યાં છે. સ્વીગીના ટ્વિટર પર કરાયેલા એક સરવે અનુસાર, હૈદરાબાદી બિરયાની માટે 75.4 ટકા ઓર્ડર આવ્યા હતા. જેના બાદ લખનવી બિરયાની માટે 14.2 ટકા ઓર્ડર નોંધાયા હતા. નવા વર્ષના દિવસે બિરયાની ટોપ ઓર્ડરમાં હતી. હૈદરાબાદના ફેમસ રેસ્ટોરન્ટના બાવરચીએ પ્રતિ મિનિટ 2 બિરયાની બનાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે