Hair Care: સફેદ વાળને મૂળમાંથી કાળા કરી દેશે કેળા, જાણો વાળ કાળા કરવાના 3 અસરકારક ઘરેલુ ઉપાયો

Hair Care: નાની ઉંમરમાં સફેદ થતાં વાળની સમસ્યા ઝડપથી વધી રહી છે. જો નાની ઉંમરમાં જ સફેદ વાળને કાળા કરવા માટે કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી વાળ ખરવા લાગે છે. વાળને મૂળમાંથી કુદરતી રીતે કાળા કરવા હોય તો ઈંડા, લીંબુ, આમળા અને કેળા ઉપયોગી સાબિત થાય છે. 

Hair Care: સફેદ વાળને મૂળમાંથી કાળા કરી દેશે કેળા, જાણો વાળ કાળા કરવાના 3 અસરકારક ઘરેલુ ઉપાયો

Hair Care: બદલતી લાઈફ સ્ટાઈલના કારણે નાની ઉંમરમાં લોકોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓની સાથે બદલતી જીવનશૈલી લોકોની ત્વચા અને વાળને પણ અસર કરે છે. વાળની વાત કરીએ તો અનિયમિત ઊંઘ, પોષણનો અભાવ, પ્રદૂષણ, સ્ટ્રેસના કારણે નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થવા લાગે છે. નાની ઉંમરમાં સફેદ થતાં વાળની સમસ્યા ઝડપથી વધી રહી છે. 

જો નાની ઉંમરમાં જ સફેદ વાળને કાળા કરવા માટે કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી વાળ ખરવા લાગે છે. તેવામાં જે લોકોને સફેદ વાળની સમસ્યા સતાવી રહી હોય તેઓ કેટલાક નેચરલ ઉપાય કરીને પણ વાળને કાળા કરી શકે છે. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવ્યું જ નો ઉપયોગ કરીને તમે વાળને કુદરતી રીતે કાળા કરી શકો છો.

સફેદ વાળને કાળા કરતી વસ્તુઓ

આ પણ વાંચો:

લીંબુ અને ઈંડા

વાળની કુદરતી રીતે કાળા કરવા માટે લીંબુ અને ઈંડા નો ઉપયોગ કરી શકાય છે. તેના માટે ચારથી પાંચ ચમચી મહેંદી પાવડર લઈ તેમાં ત્રણ ચમચી લીંબુનો રસ અને એક ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરો. આ પેસ્ટને વાળમાં લગાડો અને પાંચ કલાક માટે રહેવા દો. ત્યાર પછી વાળ ધોઈ લેવાથી વાળ કાળા થશે અને શાઇન પણ આવશે.

આમળા

આમળા અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે. તેના માટે લોઢાના એક વાસણમાં એક કપ પાણીમાં ત્રણ ચમચી આમળાનો પાવડર રાત્રે પલાળી દેવો. હવે સવારે આપ પાણીમાં મહેંદી પાવડર ઉમેરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાડી ત્રણ કલાક રહેવા દો. ત્યાર પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લો. 

આ પણ વાંચો:

કેળા

કેળા સ્વાસ્થ્ય માટે જેટલા ફાયદાકારક છે એટલા જ ફાયદાકારક વાળ માટે છે. વાળને કાળા કરવા માટે એક પાકેલું કેળું લેવું અને તેની પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટમાં ત્રણ ચમચી મહેંદી પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરો. જરૂર જણાય તો થોડું પાણી ઉમેરવું. આ પેસ્ટને વાળમાં લગાડો અને 20 મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી વાળને ધોઈ લો. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી વાળ કાળા પણ થશે અને મજબૂત પણ થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news