Glowing Skin: રાત્રે ચહેરા પર આ વસ્તુઓ લગાડવાથી ત્વચા પર આવશે જબરદસ્ત ગ્લો, આજે જ કરો ટ્રાય
Tips For Glowing Skin: રાત્રે જ્યારે તમે ચહેરો અરીસામાં જુઓ છો તો ચહેરો બેજાન દેખાય છે ? આ સ્થિતિમાં ચહેરાની રંગત નિખારવા માટે તમે આ ઉપાયો કરી શકો છો. દિવસ દરમિયાન કામના કારણે તમને સમય ન મળતો હોય તો રાત્રે ચહેરો સાફ કરીને આ રીતે સ્કિન કે રૂટીન ફોલો કરી શકો છો. આ સ્કીન કેર રુટીન ફોલો કરવાથી ચહેરા પરની અશુદ્ધિ અને ડેડ સ્કિન દૂર થઈ જાય છે.
Trending Photos
Tips For Glowing Skin: ચોમાસામાં જો તમારી ત્વચા પણ બેજાન થઈ ગઈ હોય તો ત્વચા ને ફરીથી ચમકદાર બનાવવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન ત્વચાની હાલત ઘણી વખત ખરાબ થઈ જાય છે. આવી સ્થિતિમાં માર્કેટમાં મળતા બ્યુટી પ્રોડક્ટ કરતા જો તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરો તો તેનાથી ત્વચાને વધારે ફાયદો થાય છે. તો ચાલો તમને જણાવીએ એકદમ સરળ અને અસરકારક ઉપાયો.
તડકો, ધૂળ અને પ્રદૂષણના કારણે સ્કીન ડેમેજ થઈ જાય છે. સવારથી સાંજની દોડધામ પછી રાત્રે જ્યારે તમે ચહેરો અરીસામાં જુઓ છો તો ચહેરો બેજાન દેખાય છે. આવી સ્થિતિમાં ચહેરાની રંગત નિખારવા માટે તમે આ ઉપાયો કરી શકો છો. દિવસ દરમિયાન કામના કારણે તમને સમય ન મળતો હોય તો રાત્રે ચહેરો સાફ કરીને આ રીતે સ્કિન કે રૂટીન ફોલો કરી શકો છો. આ સ્કીન કેર રુટીન ફોલો કરવાથી ચહેરા પરની અશુદ્ધિ અને ડેડ સ્કિન દૂર થઈ જાય છે.
આ પણ વાંચો:
નાળિયેર તેલ
નાળિયેર તેલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન સ્કીન ઉપર નાળિયેર તેલ લગાડીને સૂવું જોઈએ તેનાથી સ્કીનમાં મોઈશ્ચર જળવાઈ રહે છે અને કોઈ પ્રકારની એલર્જી પણ થતી નથી.
એલોવેરા જેલ
જો તમે રોજ રાતે સુતા પહેલા ચહેરા પર એલોવેરા જેલ લગાડો છો તો તેનાથી પણ સ્કીન હાઇડ્રેટ રહે છે. તેનાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે અને ખીલ પણ થતા નથી.
કાચું દૂધ
જો તડકાના કારણે તમને ટાઈમિંગ ની સમસ્યા થઈ ગઈ છે તો ચહેરાનો રંગ નિખારવા અને ડેડ સ્કિન સેલ્સને દૂર કરવા રાત્રે સૂતા પહેલા ચહેરા ઉપર સારી રીતે કાચું દૂધ લગાડો. દૂધને રાતે ચહેરા પર જ રહેવા દો અને સવારે ચહેરો ધોવાનું રાખો.
આ પણ વાંચો:
ગુલાબ જળ
રાત્રે સુતા પહેલા તમે ચહેરા પર ગુલાબજળ લગાડી શકો છો. ગુલાબજળ થી ચહેરો ક્લીન કરવાથી ડર્ટ પાર્ટીકલ નીકળી જશે અને ગુલાબજળ ચહેરા માટે ટોનરની જેમ કામ કરશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે